નવી દિલ્હીઃ આયુષ્માન ખુરાના છેલ્લા ઘણા દિવસોથી પોતાની અપકમિંગ ફિલ્મ બાલાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું પ્રથમ ગીત ડોન્ટ બી શાય રિલીઝ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગીત જોતા જ મ્યૂઝિક ચાર્ટ્સમાં છવાય ગયું હતું. હવે મેકર્સે બીજુ ગીત ના ગોરિયે પણ લોન્ચ કરી દીધું છે અને આ ગીત બધાને નાચવા પર મજબૂર કરી દેશે. 


આ ગીતમાં તમને આયુષ્માન ખુરાનાની સેક્સી સાઇડ જોવા મળશે. ગીતની શરૂઆતમાં આયુષ્માન બ્લેક સૂટમાં એક રૂમમાં એન્ટર થતો જોવા મળે છે. આ ગીતની સૌથી ખાસ વાત છે કે તેમાં પંજાબી ફિલ્મોની દિલોની ધડકન સોનમ બજવા સ્પેશિયલ અપીયરેન્સમાં છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર