નવી દિલ્હી: રામાયણમાં ત્રિજટાના પાત્રને લઈને હાલ મીડિયામાં ખુબ અટકળો અને ચર્ચાઓ થઈ. અનેક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું કે રામાયણમાં ત્રિજટાનું પાત્ર ભજવનારા અનિતા કશ્યપ આયુષ્યમાન ખુરાનાના પત્ની તાહિરા કશ્યપના માતા છે. પરંતુ હવે આ મીડિયા અહેવાલો અંગે તાહિરા કશ્યપનું રિએક્શન આવ્યું છે. તેણે આ અહેવાલો ફગાવ્યાં છે. તાહિરાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાહિરાએ ટ્વીટ કરીને લખ્યું કે આ રિપોર્ટ્સમાં કોઈ સચ્ચાઈ નથી. મારી માતા અનિતા કશ્યપે રામાયણમાં કોઈ ભૂમિકા ભજવી નથી. તેઓ એક શિક્ષણવિદ્ હતાં અને આ શો સાથે કોઈ સંબંધ નથી. આયુષ્યમાન ખુરાનાના પત્ની તાહિરા કશ્યપે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ. 



અત્રે જણાવવાનું કે રામાયણમાં દેખાડવામાં આવ્યું છે કે ત્રિજટાએ અશોક વાટિકામાં સીતામાતાને ખુબ સાથ આપ્યો હતો અને ભગવાન રામ અંગેના તમામ સૂચનાઓ તેઓ સીતા માતા સુધી પહોંચાડતા હતાં. ત્રિજટાનું પાત્ર અનિતા કશ્યપે ભજવ્યું હતું પરંતુ તે અનિતા કશ્યપને તાહિરા કશ્યપ સાથે કોઈ લેવાદેવા નથી.