Tahira Kashyap Reveals Bedroom Secrets: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ એક રાઈટર છે અને તે દરેક વિષય પર ખુલ્લીને વાત કરવાનું પસંદ કરે છે. તાજેતરમાં તાહિરા કશ્યપ શિલ્પા શેટ્ટીના શો 'શેપ ઓફ યૂ' પર જોવા મળી હતી. જ્યાં તાહિરાએ તેના જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓ પર વાત કરી હતી. પરંતુ વાત વાતમાં તાહિરાએ તેના બેડરૂમના રહસ્યો પણ જાહેર કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિલ્પા શેટ્ટીએ તાહિરાને એક સવાલ પૂછ્યો કે તે તેની પુસ્તકમાં સેક્સ શબ્દનો ઉપયોગ કરવામાં કેટલી સરળતા અનુભવે છે. આ સવાલનો તાહિરાએ નિસંકોચ થઈને જવાબ આપ્યો હતો. તેણે સેક્સને કેલેરી બર્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ વર્કઆઉટ ગણાવ્યું હતું. તે ત્યાં અટકી નહીં અને વધુમાં કહ્યું કે, અમારા કિસ્સામાં ઘણી કેલરી ખર્ચવામાં આવે છે. તે સારુ છે અને સારુ છે તો કેમ નહીં? તાહિરાએ કેંસર દરમિયાન તેના વાળ કપાવવાનો એક્સપીરિયન્સ પણ શેર કર્યો હતો.


સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 નો ધમાકો, દુનિયાભરમાં રોકી ભાઈનો વાગ્યો ડંકો


તાહિરાના જણાવ્યા અનુસાર જ્યારે વાળ કપાવ્યા બાદ તેણે પોતાનો ચહેરો કાચમાં જોયો તો તે પોતાને એકદમ સેક્સી લાગી. તેના જણાવ્યા અનુસાર તે સોનાલી બેન્દ્રેથી ઘણી પ્રેરિત થઈ હતી. સોનાલી બેન્દ્રે પણ કેંસરથી પીડિત હતી અને જ્યારે તે સારવાર કરાવી યૂએસથી પરત ફરી તો તેમણે પણ પોતાના વાળ કપાવ્યા હતા. પરંતુ તેના 6 મહિના પછી તાહિરા પણ કેંસરથી પીડિત થઈ હતી.


Urfi Javed Video: ટોપલેસ થઇને વોક પર નિકળી ઉર્ફી જાવેદ, અચાનક પલટી તો અટકી ગયા લોકોના શ્વાસ


જો વાત આયુષ્માન ખુરાનાની કરવામાં આવે તો વિક્કી ડોનર, દમ લગા કે હઈશા, બધાઈ હો, અંધાધુન, આર્ટિકલ 15 માં અલગ અલગ રોલ નિભાવ્યા બાદ હવે આયુષ્માન ખુરાના અનેકમાં જોવા મળશે. જેમાં તેનો રોલ એકદમ અલગ હશે. અનેક 27 મેના રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે અંડરકવર પોલીસના રોલમાં જોવા મળશે. આ રોલ તે પહેલીવાર કરવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ડોક્ટર જી પણ તેની આગામી ફિલ્મમાંથી એક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube