ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ની સંખ્યા સતત દેશમાં વધતી જઈ રહી છે. તેથી એકવાર ફરીથી અનેક રાજ્યોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અહી રિકવરી રેટ વધીને 77 ટકાથી વધુ થઈ ગયો છે. દેશની રાજધાનીમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના નવા 2089 કેસ સામે આવ્યા છે. જેના બાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1.09 લાખથી વધુ થઈ ગઈ છે. જોકે, રાહતના સમાચાર એ પણ છે કે, અત્યાર સુધી કોરોનાના કુલ 84694 દર્દીઓ સાજા પણ થયા છે. 


સુરતથી અમદાવાદ આવનારા 18 કોરોના સંક્રમિત નીકળ્યા, AMC એલર્ટ થયું


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર