નવી દિલ્હી: અક્ષયકુમાર, રાધિકા આપ્ટે, અને સોનમ કપૂરની ફિલ્મ 'પેડમેન' પર તેના વિષયના કારણે પાકિસ્તાનમાં પ્રતિબંધ લાગેલો છે. પરંતુ આ ફિલ્મના મેકર્સ નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ માટે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનું મન બનાવી ચૂક્યા છે. મલાલાએ આર.બાલ્કી દ્વારા નિર્દેશિત ફિલ્મ પેડમેન પ્રતિ સમર્થન વ્યક્ત કર્યુ છે. ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યાં અનુસાર નિર્માતાઓનું કહેવું છે કે તેઓની નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ કરવાની યોજના છે. 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલી અક્ષયકુમારની 'પેડમેન' ફિલ્મે અત્યાર સુધી 59 કરોડની કમાણી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન સેન્સર બોર્ડે 'સંસ્કૃતિ'ના નામે ફિલ્મ પર મૂક્યો પ્રતિબંધ
પાકિસ્તાની સેન્સર બોર્ડે પેડમેન પર પ્રતિબંધ મૂકવાનું કારણ જણાવતા કહ્યું હતું કે આ અમારી પરંપરા અને સંસ્કૃતિ વિરુદ્ધ છે. અત્રે જણાવવાનું કે ફિલ્મનો વિષય મહિલાઓ અને માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા સંબંધિત છે. જો કે પાકિસ્તાની સેન્સર બોર્ડે આ ફિલ્મ પર સંસ્કૃતિનો હવાલો આપીને પ્રતિબંધ મૂકી દીધો.


મલાલાને બતાવવામાં આવશે ફિલ્મ
આ ફિલ્મના નિર્દેશક આર.બાલ્કીએ કહ્યું કે મલાલા દ્વારા અમારી ફિલ્મને સમર્થન આપવા અંગે હું શું કહી શકું? અમે ધન્ય અને સન્માનિત છીએ. તેમના જેવી હસ્તીઓના અવાજ જ પેડમેનમાં અપાયેલા અમારા સંદેશાને આગળ લઈ જશે. માસિકચક્રના વિષયને હવે વધુ પડદા પાછળ રાખવો જોઈએ નહીં અને અમને આ સંદેશને આગળ ધપાવવામાં મલાલા જેવા મજબુત અવાજની જરૂર છે. તેમણે મલાલાને ફિલ્મ બતાવવાની યોજનાનો ખુલાસો કરતા કહ્યું કે અમે નિશ્ચિત રીતે જલદીથી તેમને ફિલ્મ બતાવવા જઈ રહ્યાં છીએ.