B`day Special: જુઓ રણબીર કપૂરની 3 તસવીરો, જે લીક થતા શરૂ થયો હતો હંગામો
રણબીર કપૂરની જિંદગીમાં ખુબ ચઢાવ-ઉતાર આવ્યા. તે પોતાની વ્યક્તિગત લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
નવી દિલ્હીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના પુત્ર તથા અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. રણબીર કપૂરની જિંદગીમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે. તે પોતાની પર્સનલ લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આજે તેના જન્મદિવસ પર અમે તમને દેખાડશું તે ત્રણ તસવીર જે લીક થતા ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો હતો. એટલું જ નહીં, આ તસવીરો લીક થતા રણવીરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. તો આવો, તમને જણાવીએ રણબીરની તે ત્રણ તસવીરો વિશે..
પ્રથમ તસવીર
આ તસવીરમાં રણબીર બોલીવુડની અભિનેત્રી કેટરીના કેફની સાથે જોવા મળ્યો હતો. જાણવા મળ્યું હતું કે આ તસવીર વેકેશનની છે. પરંતુ આ તસવીર સામે આવતા રણબીર ટ્રોલ થયો હતો. આ તસવીર બાદ રણબીર અને કેટરીનાના સંબંધો વિશે પણ ખુબ ચર્ચાઓ થઈ હતી.
બીજી તસવીર
શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ'માં આવી ચુકેલી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની સાથે રણબીરની એક તસવીર લીક થઈ હતી, ત્યારે લોકોએ રણબીરને ટ્રોલ કર્યો હતો. આ તસવીરમાં તે લંડનના રસ્તાઓ પર માહિરાની સાથે સિગારેટ પીતો જોવા મળી રહ્યો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરને ખુબ આલોચના કરી હતી.
ત્રીજી તસવીર
રણબીરની આ તસવીર ફિલ્મ 'સંજૂ'ના સેટથી લીક થઈ હતી. પરંતુ આ તસવીરને લઈને કોઈ હંગામો થયો નહતો, પરંતુ સંજય દત્તના લુકમાં રણબીરની આ ફોટો ફિલ્મ સંજૂના સેટ પરથી લીક થયો હતો, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયો હતો. આ તસવીર લીક થવાને કારણે રણબીર ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો.