ગૈસલાઇટ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સારા અલી ખાનને મળ્યો વધુ એક પ્રોજેક્ટ, આ ડિરેક્ટર સાથે કરશે કામ
Sara Ali Khan Upcoming Film: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. સારા અલી ખાનની ફિલ્મ ગૈસલાઇટ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. સારા સાથે આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ જોવા મળશે. જોકે તેની આગામી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના હાથમાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે.

આ પણ વાંચો:
સુકેશ ચંદ્રશેખરના જીવન પર બનશે ફિલ્મ, ફિલ્મી પડદે જોવા મળશે તેની લવસ્ટોરી
કપિલ શર્માને મોટો ઝટકો, રિલીઝ થયાની સાથે જ ઓનલાઇન લીક થઈ ગઈ ફિલ્મ Zwigato
આ OTT પ્લેટફોર્મ પર 22 માર્ચે રિલીઝ થશે Shah Rukh Khan ની સુપરહિટ ફિલ્મ Pathaan
સારા અલી ખાન હવે ડાયરેક્ટર શરણ શર્માની અપકમિંગ મુવીમાં જોવા મળશે. શરણ શર્માએ ગુંજન સક્સેના મુવી ડિરેક્ટ કરી હતી. જેમાં મુખ્ય ભૂમિકા જાનવી કપૂરની હતી. હવે તે સારા અલી ખાનની ફિલ્મ ડિરેક્ટ કરશે. શરણ શર્માની અપકમિંગ મુવી ખાસ વિષય પર બની રહી છે તેના માટે તેને સારા અલી ખાન પરફેક્ટ લાગી. સૂત્રનું કહેવું છે કે મુવીની સ્ક્રિપ્ટ ખૂબ જ અલગ છે અને શરણને લાગે છે કે આ પાત્ર માટે સારા અલી ખાન પરફેક્ટ છે. સારા અલી ખાને ફિલ્મને લઈને જે ફોર્માલિટીઝ હતી તે પૂરી પણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં તે શૂટિંગ શરૂ કરશે.
આ નવા પ્રોજેક્ટ સિવાય સારા અલી ખાન બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળશે. જેમાં વિકી કૌશલ સાથે જરા હટકે જરા બચકે મુવી, એ વતન મેરે વતન અને અનુરાગ બાસુની મેટ્રો ઇન દિનો ફિલ્મનો સમાવેશ થાય છે.