ઝી મીડિયા/બ્યૂરો :‘પ્યાર કરોના....’ ગીત બાદ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) તાજેતરમાં જ તેમણે પોતાના આગામી મ્યૂઝિક વીડિયો ‘તેરે બિના...’ (Tere Bina) ની જાહેરાત કરી હતી. તે તેમના પ્રશંસકો માટે એક મોટી સરપ્રાઈઝ હતી, કારણ કે, તેઓએ બે ગીત લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. હવે સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ના આ ગીતનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, જે ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. 


અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડીઝ પર ફિલ્માવવામાં આવેલ આ લવ સોન્ગને તેમના પનવેલ સ્થિતિ ફાર્મ હાઉસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ આવશ્યક સૂચનોનુ પાલન કરીને શૂટ કરવામાં આવ્યું છે. આવુ પહેલીવાર થયું છે જેમાં બંને પોતાની સુપરહીટ ફિલ્મ ‘કિક’ બાદ ફરીથી એકસાથે જોવા મળનાર છે. બંને એકસાથે સ્ક્રીન પર એન્જોય કરતા નજરે આવી રહ્યાં છે. બંનેનો આ રોમેન્ટિક અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. 


અમીરગઢના લોકો 2015થી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે, વાંચો રસપ્રદ અહેવાલ