મુંબઈ: આજે ટેલિવિઝનની દુનિયામાં એકથી એક ચઢિયાતા રિયાલિટી શો જોવા મળી રહ્યા છે. એક શો પૂરો થાય છે અને બીજો શો શરૂ થઈ જાય છે. ઈન્ડિયન આઈડલથી લઈને સા રે ગા મા અને સુપરસ્ટાર સિંગર સુધી અનેક શો છે, જેનું રહસ્ય આજના સમયમાં આપણા બધાની ટીવી સ્ક્રીન્સ પર છે. રિયાલિટી શો જીતવો એક મોટી વાત હોય છે. પરંતુ શું તમે જાણો છે કે આજના સૌથી જાણીતા સિંગર્સમાંથી અનેક એવા જ રિયાલિટી શો હારી ચૂક્યા છે. તેમને વિશે તમને જણાવીશું. અરિજીત સિંહથી લઈને જુબિન નૌટિયાલ સંગ અનેક એવા સિંગર્સ છે જે હાર્યા પછી પણ જીવનમાં સફળ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. અરિજીત સિંહ:
રિયાલિટી શો ફેમ ગુરુકુળમાં અરિજીત સિંહે ભાગ લીધો હતો. શોને જીતવાની યાદીમાં તે સૌથી આગળ હતો પરંતુ સિંગર વિનર બની શક્યો નહીં. અરિજીત સિંહ નંબર-3 પર આવ્યો હતો. આજે તે અરિજીત સિંહ દેશનો ટોપ સિંગર છે. તેમણે કલંકથી લઈને બ્રહ્માસ્ત્ર સુધી અનેક મોટી ફિલ્મોમાં ગીતને અવાજ આપ્યો છે. અરિજીતના અવાજના દીવાના આખી દુનિયામાં છે.


2. જુબિન નૌટિયાલ:
બોલીવુડના ફેવરિટ સિંગર્સમાંથી એક જુબિન નૌટિયાલે રિયાલિટી શો એક્સ ફેક્ટરમાં ભાગ લીધો હતો. પરંતુ તે તેમાં ટોપ પર જગ્યા મેળવી શક્યો નહીં. પરંતુ કહેવાય છે કે કિસ્મતનો કોઈ ભરોસો હોતો નથી. આજે જુબિન ભારતના ટોપ સિંગર્સમાંથી એક છે. તેના ગીત ફેન્સને ખૂબ પસંદ આવે છે.


આ પણ વાંચોઃ Pics: બોલ્ડ કન્ટેન્ટના લીધે આ ફિલ્મો ભારતમાં થઇ હતી પ્રતિબંધિત! જાણો ક્યાં જોઈ શકશો


3. નેહા કક્કર:
બોલીવુડની રિમેક ક્વીન નેહા કક્કરે ઈન્ડિયન આઈડલ 2016માં ભાગ લીધો હતો. તે 2005નો સમય હતો, જ્યારે નેહા અને તેનો ભાઈ ટોની કક્કર માતાના જાગરણમાં ગીત ગાતા હતા. ત્યારે જજ અનુ મલિકે તેમના ગીતને બિલકુલ પસંદ આવ્યું ન હતું. અનુએ કહ્યું હતું કે નેહાનું ગીત સાંભળીને તેને પોતાને થપ્પડ મારવાનું મન કરે છે. આજે નેહા કક્કર ઈન્ડિયન આઈડલ શોને જજ કરે છે. જ્યારે અનુ મલિક ઈન્ડિયન શોમાંથી બહાર છે.


4. વિશાલ મિશ્રા:
વિશાલ મિશ્રા આ સમયે ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિતારામાંથી એક છે. તેણે ઈન્ડિયન આઈડલ 14માં ભાગ લીધો હતો. તે ટોપ-10માં આવીને હારી ગયો હતો. વિશાલે કબીર સિંહ ફિલ્મનું ગીત કૈસે હુઆ સંગ સહિત અનેક શાનદાર ગીત આપ્યા છે.


5. મોનાલી ઠાકુર:
મોહ મોહ કે ધાગે અને સવાર લૂ જેવા ફેમસ ગીત ગાનારી મોનાલી ઠાકુરે ઈન્ડિયન આઈડલ 2માં ભાગ લીધો હતો. શોને તો તે જીતી શકી નહીં. પરંતુ આજે ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તે મોટું નામ બની ગઈ છે.


આ પણ વાંચોઃ બ્રાલેસ થઈને પ્રિયંકા ચોપરાએ પહેર્યો ડીપનેક ડ્રેસ, ફેન્સના ઉડી રહ્યા છે હોશ


6. રાહુલ વૈદ્ય:
સિંગર રાહુલ વૈદ્ય આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે ઈન્ડિયન આઈડલની સિઝન 1માં ભાગ લીધો હતો. શોમાં રાહુલ બીજા નંબરે આવ્યો હતો. પરંતુ આજે તે પોતાના મ્યુઝિક માટે જાણીતો છે. અને બિગ બોસમાં પણ તેણે ભાગ લીધો હતો.


7. સચેત ટંડન:
સચેત ટંડને રિયાલિટી શો ધ વોઈસ ઈન્ડિયામાં વર્ષ 2015માં ભાગ લીધો હતો. આ શોમાં તે વિજેતા બની શક્યો ન હતો. આજે સચેત મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિતારામાંથી એક છે. તેણે ફેમસ ગીત મૈય્યા મેનુ સંગ પતલી કમરિયાને અવાજ આપ્યો છે.


8. મોહમ્મદ ઈરફાન:
મોહમ્મદ ઈરફાને અમૂલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તે આ શોનો સૌથી જાણીતો સ્પર્ધક હતો. જોકે તેમ થતાં તે શો જીતી શક્યો ન હતો. તેણે બંજારા, બારિશ, જબ તુમ ચાહો જેવા ગીતને અવાજ આપ્યો છે. આ સિવાય તે બીજી ભાષાઓમાં પણ સિંગિંગ કરી ચૂક્યો છે.


આ પણ વાંચોઃ રંગોના તહેવારની મજા બમણી થશે! હોળીના પ્લેલિસ્ટમાં એડ કરો આ સુપરહીટ ગીતો


9. તોશી શાબરી:
મોહમ્મદ ઈરફાન ઉપરાંત સિંગર તોશી શાબરીએ પણ અમૂલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તે શો જીતી શકી ન હતી. પરંતુ આજે તોશીની ઓળખ ઈન્ડસ્ટ્રીની જાણીતી મ્યુઝિક કમ્પોઝરમાં પણ ગણવામાં આવે છે.


10. ભૂમિ ત્રિવેદી:
ભૂમિ ત્રિવેદીએ ઈન્ડિયન આઈડલ-5માં ભાગ લીધો હતો. આ શોને તે જીતી તો શકી ન હતી પરંતુ બોલીવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જગ્યા જરૂર બનાવી લીધી હતી. તેણે રામ ચાહે રામ લીલા, હુશ્ન પરચમ જેવા ગીતને અવાજ આપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube