એક્ટ્રેસને મળી રહ્યા હતા અશ્લીલ મેસેજ, પોલીસ તપાસમાં ઉડી ગયા બધાના હોશ
સેલિબ્રિટીઝનું જીવન આમ તો ઘણું સરળ લાગે છે પરંતુ તેમને તેમના સ્તર પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કોઈ સેલિબ્રિટી માટે તેમના ફેન્સ જીવનો ઝંઝાળ બની જાય છે જ્યારે કેટલીક મહિલા સેલિબ્રિટીઓને તેમના ફેન્સના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે
નવી દિલ્હી: સેલિબ્રિટીઝનું જીવન આમ તો ઘણું સરળ લાગે છે પરંતુ તેમને તેમના સ્તર પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કોઈ સેલિબ્રિટી માટે તેમના ફેન્સ જીવનો ઝંઝાળ બની જાય છે જ્યારે કેટલીક મહિલા સેલિબ્રિટીઓને તેમના ફેન્સના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં બંગાળી ટીવી એક્ટ્રેસ પાયલ સરકારની સાથે પણ કંઇક આવું જ થયું.
અભિનેત્રી સાથે થયું આવું
લોકપ્રિય બંગાળી ટીવી અભિનેત્રી પાયલ સરકારે એક ફિલ્મ નિર્દેશકના નકલી એકાઉન્ટમાંથી કેટલાક અશ્લીલ મેસેજ મળ્યા બાદ કોલકાતા પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. દિલચસ્પ વાત એ છે કે, ડિરેક્ટરે પણ સોશિયલ મીડિયા પર તેમના નામથી બનાવટી એકાઉન્ટનો ઉપયોગ કરનારાઓ સામે સાયબર સેલમાં ફરિયાદ પણ નોંધાવી છે.
આ પણ વાંચો:- પોતાની આ 5 ઈચ્છા પૂરી કરવા માટે અનુપમાની લાઈફમાં આવ્યો છે અનુજ કાપડિયા, વનરાજનો ખેલ હવે ખતમ
Priyanka ને બિકિનીમાં જોઈ Nick થી ના રહેવાયું, હાથમાં છરી અને કાંટાવાળી ચમચી લઈને આ જુઓ શું કરે છે!
ફેક હતી પ્રોફાઈલ
અભિનેત્રીએ તેના ફેસબુક પ્રોફાઇલ પર ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જ્યાં તેના ફેન્સ અને મિત્રોએ તેને ફિલ્મ નિર્દેશકની પ્રોફાઇલ ચેક કરવાનું કહ્યું હતું. આ પછી તેને સમજાયું કે તે ફેક પ્રોફાઇલ છે. શરૂઆતમાં કોલકાતા પોલીસ સાયબર સેલમાં નોંધાયેલા આ કેસને બાદમાં બેરકપુર પોલીસ કમિશનરેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- Ajay Devgan ને ભીડે મારવા લીધો, પિતા અઢીસો ફાઈટર્સ લઈને બચાવવા પહોંચ્યાં! જાણો પછી શું થયું
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube