Anupamaa: પોતાની આ 5 ઈચ્છા પૂરી કરવા માટે અનુપમાની લાઈફમાં આવ્યો છે અનુજ કાપડિયા, વનરાજનો ખેલ હવે ખતમ

ટીવી સિરિયલ અનુપમામાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થઈ છે. નવી એન્ટ્રી થતા પહેલા જ શોના મેકર્સે તેના વિશે ખુબ જ હાઈપ ક્રિએટ કર્યો છે. અનુપમાની લાઈફ હવે પૂરેપૂરી બદલાઈ જવાની છે.

Anupamaa: પોતાની આ 5 ઈચ્છા પૂરી કરવા માટે અનુપમાની લાઈફમાં આવ્યો છે અનુજ કાપડિયા, વનરાજનો ખેલ હવે ખતમ

નવી દિલ્હી: ટીવી સિરિયલ અનુપમામાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થઈ છે. નવી એન્ટ્રી થતા પહેલા જ શોના મેકર્સે તેના વિશે ખુબ જ હાઈપ ક્રિએટ કર્યો છે. અનુપમાની લાઈફ હવે પૂરેપૂરી બદલાઈ જવાની છે. જ્યારે કાવ્યા અને વનરાજને મોટો આઘાત મળવાનો છે. શાહ પરિવાર પણ અનુપમાની લાઈફમાં આવનારા આ વ્યક્તિને જોતો જ રહી જશે. આ નવા પાત્રની એન્ટ્રી અનુપમાની જિંદગીમાં બહાર લાવશે. લડાઈ-ઝઘડાનો દોર ખતમ થશે અને અનુપમાના રોમેન્ટિક અંદાજને પણ દર્શકો માણી શકશે. 

બાપૂજીની મરજી વિરુદ્ધ થશે ડીલ
અત્યાર સુધીમાં જોવા મળ્યું કે કાવ્યા સાથે મળીને વનરાજ અનુપમાને સાઈડ લાઈન કરે છે. તે અનુજ કાપડિયા સાથે ડીલ કરશે. અનુપમા તેના પર કશું કહેતી નથી અને ન તો વનરાજ આ મુદ્દે તેનો કોઈ અભિપ્રાય લઈ રહ્યો છે. બાપૂજી આ ડીલથી ખુશ નથી. કારણ કે તેઓ પોતાનું જૂનું કારખાનું વેચવા માંગતા નથી. તેમની મરજી વિરુદ્ધ જઈને વનરાજ આ ડીલ કરશે. આ નિર્ણયથી કાવ્યા ખુબ ખુશ છે અને તે પોતાના ફ્યૂચર પ્લાન બનાવવા લાગે છે. 

કાવ્યા રાખીનું અપમાન કરશે
આગળ જોવા મળશે  કે કાવ્યા રાખીનું અપમાન કરશે અને તેના મોઢા પર 22 લાખ રૂપિયાનો ચેક મારશે. કાવ્યા આ સાથે જ રાખી દવેની નેમપ્લેટ પણ તોડી નાખશે અને તેને ઘરમાં દાખલ થવાની ના પાડી દેશે. રાખી કહેશે કે જો ચેક બાઉન્સ થયો તો તે કોઈને છોડશે નહીં. વનરાજ અને કિંજલ કાવ્યાને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે કોઈ પણ રીતે સમજવા તૈયાર નથી. આ બાજુ અનુપમા તેના ડાન્સ ક્લાસ લે છે અને આશા રાખે છે કે બધુ ઠીક થઈ જાય. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StarPlus (@starplus)

વનરાજ-કાવ્યને મળશે નહીં અનુજ
આ બધા પછી કાવ્યા અને વનરાજ અનુજ કાપડિયાને મળવા માટે પહોંચશે પરંતુ તેઓ તેના મેનેજરને જ મળી શકશે. તેમને એક કવર મળશે જે જોઈને લાગશે કે તેમાં ડીલના પેપર અને ચેક છે પરંતુ તેમા કઈ બીજુ જ હશે. તે લોકો વિચારશે કે આ અંગે બાપૂજીને બતાવવામાં આવે. બધાથી અલગ અનુપમા અને સમર સામાન પેક કરી રહ્યા હશે. ત્યારે જ સમર અનુજની તસવીર બતાવશે. પરંતુ અનુપમા તેના પર ધ્યાન આપશે નહીં. આ ઉપરાંત નંદિની સમરને રોહન વિશે જણાવશે. ભૂતકાળ જાણીને સમર પરેશાન થશે. સમર ગુસ્સે ભરાશે કે નંદિનીએ તેને જૂના પ્રેમ વિશે જણાવ્યું નહીં. અનુપમા બંનેને પરેશાન જોઈને વધુ પરેશાન થશે. 

અનુજ આ 5 હેતુસર પાછો ફર્યો છે
અત્રે જણાવવાનું કે અનુજ કાપડિયા અનુપમાની લાઈફમાં આ 5 મક્સદથી પાછો ફર્યો છે. ગુમાવેલો પ્રેમ પાછો મેળવવાની આશામાં તે પાછો ફર્યો છે. તે અનુપમાને પોતાની લાઈફમાં પાછી લાવવા માંગે છે. અનુપમાને અનુજ બાળપણના દિવસોથી ચાહતો હતો. બીજો હેતુ હશે અનુપમાની ડાન્સ એકેડેમીને આગળ વધારવી, જેથી કરીને તે પોતાના સપના પૂરા કરી શકે. આ સાથે જ અનુજનો મક્સદ છે કે અનુપમાને બધાની નજરમાં ફરીથી ઉપર ઉઠાવી લે અને વનરાજને મજા ચખાડે. આ ઉપરાંત અનુજ વનરાજથી બદલો લેવા માંગે છે. તે અનુપમા સાથે થયેલા દગાની વનરાજને સજા આપવા માંગે છે. બીજી બાજુ અનુપમા સાથે લગ્ન કરીને તેને પોતાના જીવનમાં પાછી લાવવાની પણ તેની ચાહત છે. હવે જોવાનું એ રહેશે કે અનુજ તેમાં કેટલો સફળ રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news