નવી દિલ્લીઃ ટીવીની દુનિયામાં અનેક એવા કોમેડી શો લાંબા સમયથી ચાલતા આવ્યાં છે. એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ જ ભાભીજી ઘર પર હૈ...નામની સિરિયલ પણ ખુબ જ પ્રચલિત છે. લોકો આ સિરિયલમાં ભાભીજીના પાત્રને ખુબ જ પસંદ કરે છે. એક સોસાયટી અને પડોશીની આ કહાની અને તેના પાત્રો આજે પણ લોકોમાં ખુબ જ લોકપ્રિય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભાભીજી ઘર પર હૈ (Bhabiji Ghar Par Hain) માં પોતાની અદાઓથી સૌને દિવાના કરનારી ગોરી મેમ એટલે નેહા પેંડસેની આ તસ્વીરોએ જાણે ધૂમ મચાવી દિદી છે. આ પહેલા શોમાં ભાભીજીનો રોલ સૌમ્યા ટંડન ભજવી રહી હતી. પરંતુ કોરોના મહામારીમાં પોતાના બાળકોના ઉછેરના કારણે તેમને બ્રેક લેવો પડ્યો. મહત્વનું છે કે સૌથી પહેલા નેહા વર્ષ 1999માં આવેલી ફિલ્મ ‘પ્યાર કોઈ ખેલ નહીંમાં જોવા મળી હતી. તે સમયે નેહા માત્ર 15 વર્ષની હતી.


આ ફિલ્મ પછી નેહા દાગ ધ ફાયર, દીવાને, તુમ સે અચ્છા કોઈ નહીં અને દેવદાસમાં જોવા મળી. એટલુ જ નહીં પણ 90’sમાં તે કેપ્ટન હાઉસ, પડોસન જેવા હિટ શોમાં કામ કરી ચુકી છે. આપને જણાવી દઈએ કે નેહાએ હત વર્ષે મુંબઈના બિઝનેસમેન શાર્દુલ સાથે લગ્ન કર્યા. શાર્દુલના પહેલાથી છૂટાછેડા થયા હતા. જેથી કરીને તે ખુબ ટ્રોલ થયા. પરંતુ નેહાએ જણાવ્યું કે લોકો શું કહે છે તેનાથી તેને કોઈ ફર્ક નથી પડતો.