કોમેડિયન ભારતી સિંહને થઈ મોટી બીમારી, તાબડતોબ કરાઈ હોસ્પિટલમાં દાખલ
કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
મુંબઈ : કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને ડેન્ગ્યુને કારણે કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. આ બંને છેલ્લા કેટલાક દિવસથી ભારે બીમાર હતા અને બ્લડ ટેસ્ટ કરતા તેમને ડેન્ગ્યુ હોવાની માહિતી મળી છે. હાલમાં આ બંનેને ડોક્ટરની નજર હેઠળ સારવાર માટે રાખવામાંઆવ આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ડેન્ગ્યુ પીડિત પતિ-પત્નીને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. બીમારી સાથે જોડાયેલા તેમના બીજા ટેસ્ટ પણ કરવામાં આવશે.
થોડા સમય પહેલાં ભારતી સિંહ અને તેનો પતિ 'બિગ બોસ 12'માં શામેલ થશે એવી ચર્ચા હતા. આ બંને શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં પણ આવ્યા હતા. જોકે, આ વાત અફવા સાબિત થઈ હતી. સમાચાર હતા કે આ શો માટે સેલિબ્રિટી જોડીએ બહુ મોટી ફી માગી હતી. હાલમાં આ જોડીએ ટીવીના રિયલિટી શો 'ખતરોં કે ખેલાડી'માં ભાગ લીધો હતો અને એના માટે તેને બહુ મોટી ફી મળી હતી.
ભારતી હવે 'ખતરોં કે ખેલાડી'માંથી આઉટ થઈ ગઈ છે. તેનો પતિ પણ આ શોનો હિસ્સો હતો પણ એનું પત્તું પણ પહેલાં જ કટ થઈ ગયું છે. હાલમાં આ શોનું શૂટિંગ આર્જેન્ટિનામાં થઈ રહ્યું છે.