મુંબઈ: ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકે (Anupama Pathak) દહિસર ખાતેના પોતાના ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. 40 વર્ષની અભિનેત્રીએ કથિત રીતે બે ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી લીધી હતી. પોતાના મૃત્યુના એક દિવસ પહેલા તે ફેસબુક લાઈવ થઈ હતી જ્યાં તેણે જણાવ્યું હતું કે તેની સાથે દગો થયો અને તે હવે કોઈના પર ભરોસો કરી શકે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે જો તમે કોઈને તમારી સમસ્યા જણાવો છો કે તમે જીવ આપી દેવાનું વિચારી રહ્યાં છો તો કોઈ પણ માણસ પછી ભલે તે તમારો કેટલોય સારો મિત્ર કેમ નહોય, તે તમારીથી દૂર રહેવાનું કહેશે. જેથી કરીને તમારા મર્યા બાદ તે મુસીબતમાં ન પડે. અને સાથે જ તે તમારો બીજા સામે અનાદર કરશે અને મજાક ઉડાવશે. આથી ક્યારેય તમારી સમસ્યાઓ બીજા સાથે શેર ન કરો અને ક્યારેય કોઈને તમારા મિત્ર ન સમજો. 


અભિનેત્રીએ કહ્યું કે એવી વ્યક્તિ બનો કે જેના પર બધા ભરોસો કરે પરંતુ તમે કોઈના પર ન કરો. મેં મારા જીવનમાં આ વસ્તુ શીખી છે. લોકો ખુબ સ્વાર્થી હોય છે. તેમને કોઈની પરવા હોતી નથી. 


ભોજપુર ફિલ્મો અને ટિલિવિઝનની અભિનેત્રી અનુપમા બિહારના પૂર્ણિયા જિલ્લાથી છે અને કામ કરવા માટે મુંબઈમાં રહેતી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.


રિપોર્ટ મુજબ ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ મળી છે. જેમાં અભિનેત્રીએ મલાડમાં વિઝડમ પ્રોડ્યુસર નામની કંપનીમાં 10,000 રૂપિયા રોકાણ કરવાની વાત કરી છે. પૈસા પરત આપવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 2019 હતી પરંતુ હજુ સુધી તેને પૈસા પાછા મળ્યા ન હતાં. અપુષ્ટ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે અભિનેત્રીએ કથિત રીતે મનીષ ઝા નામની વ્યક્તિ પર આરોપ લગાવ્યો હતો કે તે લોકડાઉન દરમિયાન તેનું દ્વિચક્કી વાહન તેના ગૃહનગર લઈ ગયો અને હજુ સુધી પરત કર્યું નથી. 
(ઈનપુટ-આઈએએએસ)


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube