બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન થયો COVID-19 પોઝિટિવ, કિયારા અડવાણી સાથે કરી રહ્યો હતો શૂટિંગ
સોમવારે કાર્તિકે સોશિયલ મીડિયા પર `પ્લસ સાઇન`નો ફોટો શેર કરતા લખ્યુ- પોઝિટિવ થઈ ગયો. દુવા કરો. આ સાથે ફેન્સે તેને જલદી સાજા થવાની કામના કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક ફેને લખ્યુ કે કંઈ થશે નહીં, જેના જવાબમાં કાર્તિકે લખ્યુ કે, થઈ ગયો ભાઈ.
નવી દિલ્હીઃ બોલીવુડ સેલિબ્રિટીના કોરોના વાયરસના ઝપેટમાં આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે કાર્તિક આર્યન (Kartik aaryan) કોરોનાથી સંક્રમિત થયો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. કાર્તિક હાલ ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું શૂટિંગ કરી રહ્યો છે.
સોમવારે કાર્તિકે સોશિયલ મીડિયા પર 'પ્લસ સાઇન'નો ફોટો શેર કરતા લખ્યુ- પોઝિટિવ થઈ ગયો. દુવા કરો. આ સાથે ફેન્સે તેને જલદી સાજા થવાની કામના કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક ફેને લખ્યુ કે કંઈ થશે નહીં, જેના જવાબમાં કાર્તિકે લખ્યુ કે, થઈ ગયો ભાઈ.
Jahnvi Kapoor પાસે ચાહકે કરી કિસની માગણી, અભિનેત્રીનો જવાબ જાણી હાસ્ય વેરાઈ જશે
તબ્બૂએ હાલમાં ભૂલ ભુવૈસા 2ની સ્ટાર કાસ્ટને જોઈન કરી છે. પાછલા દિવસોમાં કાર્તિકે ફિલ્મના સેટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તબ્બૂ એક પારદર્શી ચેમ્બરમાં બેઠેલી જોવા મળી હતી. આ ફોટોમાં કાર્તિક, કિયારા અને અનીસ પણ છે. આ ફોટોની સાથે કાર્તિકે લખ્યુ હતુ કે- તબ્બૂ જી, વાપસી પર સ્વાગત છે. પરંતુ તેમણે બબલની બહાર આવવાનો ઇનકાર કર્યો. તે પોતાનું પોર્ટેબલ Z++ બાયો બબલને સાથે લઈને ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube