Jahnvi Kapoor પાસે ચાહકે કરી કિસની માગણી, અભિનેત્રીનો જવાબ જાણી હાસ્ય વેરાઈ જશે

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રૂહી(Roohi) ની સફળતાની મજા ઉઠાવી રહી છે. આ બધા વચ્ચે અભિનેત્રી પોતાના ફેન્સ સાથે કનેક્ટ થવા માટે તેમના સવાલોના જવાબ આપ્યા. પરંતુ આ સવાલ જવાબના સેશનમાં એક ફેને જાહ્નવી પાસે એવી માગણી કરી કે તમે પણ ચકિત થઈ જશો. 

Jahnvi Kapoor પાસે ચાહકે કરી કિસની માગણી, અભિનેત્રીનો જવાબ જાણી હાસ્ય વેરાઈ જશે

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રૂહી(Roohi) ની સફળતાની મજા ઉઠાવી રહી છે. આ બધા વચ્ચે અભિનેત્રી પોતાના ફેન્સ સાથે કનેક્ટ થવા માટે તેમના સવાલોના જવાબ આપ્યા. પરંતુ આ સવાલ જવાબના સેશનમાં એક ફેને જાહ્નવી પાસે એવી માગણી કરી કે તમે પણ ચકિત થઈ જશો. 

જાહ્નવીએ ફેન્સના સવાલના જવાબ આપ્યા
જાહ્નવી રવિવારે પોતાના ફેન્સ સાથે જોડાઈ હતી. આ દરમિયાન તેણે ફેન્સના સવાલના જવાબ આપ્યા. લોકો તેને અપકમિંગ પ્રોજેક્ટ્સથી લઈને અંગત સવાલો કરી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે એક ચાહકે વિચિત્ર સવાલ પૂછ્યો. તેણએ લખ્યું કે શું અમે તમને કિસ કરી શકીએ? આવામાં જાહ્નવીએ પણ અનોખા અંદાજમાં યૂઝરના સવાલનો જવાબ આપવાનું મન બનાવ્યું. 

janhvi kapoor

આપ્યો આ જવાબ
અભિનેત્રીએ કિસની ડિમાન્ડવાળા સવાલનો જવાબ આપવા માટે માસ્ક સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી. આ સાથે લખ્યું નો. જાહ્નવીનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો. તેમણે અભિનેત્રીની સમજદારીના વખાણ કર્યા. 

અત્રે જણાવવાનું કે ફિલ્મ રૂહી થિયેટર્સમાં રિલીઝ થઈ  ત્યારે તેનું કલેક્શન ખુબ ધીમું રહ્યું. પરંતુ ધીરે ધીરે લોકોને ગમવા લાગી છે. મૂવીના ગીતો પણ લોકોને ખુબ પસંદ પડ્યા છે. ફિલ્મમાં જાહ્નવી કપૂર ઉપરાંત રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news