મુંબઇ: વર્ષ 2019 ફિલ્મોથી ભરેલું વર્ષ જોવા મળી રહ્યું છે એકતરફ ભૂષણ કુમારની ટી-સીરીઝ રૂલ બ્રેકર્સ, બાટલા હાઉસ, ભારત, અર્જુન પટિયાલા, તાનાજી, દે દે પ્યાર દે, કબીર સિંહ, સેટેલાઇટ શંકર વગેરે જેવી ફિલ્મો સાથે મનોરંજન કરવા માટે તૈયાર છે. ટી-સીરીઝના બેનર હેઠળ, ભૂષણે આ વર્ષની શરૂઆતમાં 2 મોટી ફિલ્મોની જાહેરાત સાથે 2019ની ધમાકેદાર શરૂઆત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે ભૂષણ કુમારે પોતાના સોશિયલ મીડિયા પર શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન અભિનિત પોતાની આગામી ડાંસ ફ્રેંચાઇઝીનું શીર્ષક શેર કરતાં લખ્યું, " Happy and elated to present you the first look of our biggest dance film of the year! 
This one’s for all the rule breakers. 
#3IsComing this 8th November".


આ ઉપરાંત ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં જ કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે અભિનીત ''પતિ પત્ની ઔર વો' નામની એક નવી ફિલ્મની જાહેરાત કરી હતી. 

ગલી બોય: કૃષ્ણા પર દર્શાવવામાં આવેલું 'વોઇસ ઓફ ધ સ્ટ્રીટ્સ'નો ચોથો એપિસોડ કર્યો રિલીઝ!


પોતાના અંતિમ પ્રોજેક્ટમાં એકસાથે કામ કર્યા બાદ, ભૂષણ કુમારની ટી-સીરીઝે 'દિલબર' ગર્લ નોરા ફતેહીને પોતાની વિશિષ્ટ અભિનેત્રીના રૂપમાં સાઇન કરી લીધી છે. દિલબર (સત્યમેવ જયતે)ની સાથે રેકોર્ડ તોડ્યા બાદ, નોરા ફતેહીને હવે વિશેષ રૂપથી ટી-સીરીઝ દ્વારા તેમની નવી પ્રતિભાના રૂપમાં સાઇન કરવામાં આવી છે જે તેમના હોમ પ્રોડકંશન અને સંગીત વીડિયોમાં કામ કરશે.


આ પ્રસિદ્ધ સ્ટૂડિયો પાસે પહેલાંથી જ પોતાના ઇન-હાઉસ સંગીત કલાકાર છે અને હવે નોરાને પોતાની પ્રતિભાના રૂપમાં સામેલ કરી ગર્વ અનુભવી રહ્યા છે. નોરા એક વિશેષ કલાકારના રૂપમાં જોવા મળશે, જે ફિલ્મો, સંગીત વીડિયો, વેબ સિરીઝ, વેબ ફિલ્મોમાં જોવા મળશે. ભૂષણ કુમારની આગામી પ્રસ્તુતિઓમાં નોરા મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે, જેમ કે સલખાન અભિનીત ભારતમાં, જોન અબ્રાહમ સાથે બટલા હાઉસ અને વરૂણ ધવનની સાથે  # 3 માં જોવા મળશે.