ગલી બોય: કૃષ્ણા પર દર્શાવવામાં આવેલું 'વોઇસ ઓફ ધ સ્ટ્રીટ્સ'નો ચોથો એપિસોડ કર્યો રિલીઝ!

રેપર કૃષ્ણા કૌલ પર દર્શાવવામાં આવેલ 'વોઇસ ઓફ ધ સ્ટ્રીટ્સ'નો ચોથો એપિસોડ 'ગલી બોય'ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દીધો છે. નેઝી, સ્પિટફાયર અને મેક અલ્તાફ પર દર્શાવવામાં આવેલ ગત એપિસોડ્સ પ્રત્યે દર્શકોને શાનદાર પ્રતિક્રિયા પ્રાપ્ત કર્યા બાદ, હવે નિર્માતાઓએ કૃષ્ણા પર ફિલ્માવવામાં આવેલ નવીન એપિસોડ રિલીઝ કરી દીધો છે. 
ગલી બોય: કૃષ્ણા પર દર્શાવવામાં આવેલું 'વોઇસ ઓફ ધ સ્ટ્રીટ્સ'નો ચોથો એપિસોડ કર્યો રિલીઝ!

મુંબઇ: રેપર કૃષ્ણા કૌલ પર દર્શાવવામાં આવેલ 'વોઇસ ઓફ ધ સ્ટ્રીટ્સ'નો ચોથો એપિસોડ 'ગલી બોય'ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દીધો છે. નેઝી, સ્પિટફાયર અને મેક અલ્તાફ પર દર્શાવવામાં આવેલ ગત એપિસોડ્સ પ્રત્યે દર્શકોને શાનદાર પ્રતિક્રિયા પ્રાપ્ત કર્યા બાદ, હવે નિર્માતાઓએ કૃષ્ણા પર ફિલ્માવવામાં આવેલ નવીન એપિસોડ રિલીઝ કરી દીધો છે. 

'વોઇસ ઓફ ધ સ્ટ્રીટ્સ' મૂળ ગલી કેપ્સૂલ શૃંખલા છે જેમાં ગલીઓના પ્રસિદ્ધ રેપર્સ એક મિનિટના વીડિયોમાં રેપર હોવાની પોતાની યાત્રાને શેર કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં રેપર્સ દ્વારા લખેલ રેપનો એક નાનકડો ટુકડો ગાતા જોવા મળી રહ્યા છે. 

જ્યારથી ફિલ્મની જાહેરાત થઇ છે ત્યારથી ગલી બોય દ્વારા અત્યાર સુધી રિલીઝ થયેલા કંટેંટને દર્શકો પાસેથી શાનદાર પ્રતિક્રિયા મળી રહી છે. પહેલા ફિલ્મનું પોસ્ટર, પછી ટ્રેલર અને હવે જૂક બોક્સ સુધી ફિલ્મની દરેક સામાન્ય વસ્તુ આમ જનતા વચ્ચે ધૂમ મચાવી રહી છે. 

ગલી બોય ધારાવીના સ્લમ રેપર્સથી પ્રેરિત કહાની છે. પહેલીવાર મોટા પડદે આલિયા ભટ્ટની સાથે જોવા મળનાર અભિનેતા રણવીર સિંહ ફિલ્મમાં એક સ્ટ્રીટ રેપરની ભૂમિકા ભજવી રહ્યા છે. ગલી બોયમાં આલિયા ભટ્ટ પણ છે જે એક્સલ એંટરટેનમેંટ અને જોયા અખ્તર સાથે પહેલીવાર અભિનય કરી રહી છે અને ફિલ્મમાં અનોખા અવતારમાં જોવા મળશે.  

ફિલ્મમાં રણવીરનું પાત્ર ભારતીય રેપર નેજી ઉર્ફ નાવેદ શેખ અને ડિવાઇન ઉર્ફ વિવિયન ફર્નાંડીસના જીવનગાથાથી પ્રેરિત છે. જોયા અખ્તર દ્વારા રચિત ભૂમિગત સંગીતની વાસ્તવિક દુનિયામાં રણવીર સિંહનો રેપર અવતાર દર્શકોને પસંદ આવી રહ્યો છે. એક્સલ એન્ટરટેનમેંટ અને ટાઇગર બેબી દ્વારા નિર્મિત, જોયા અખ્તર દ્વારા નિર્દેશિત 'ગલી બોય' 2019ના રોજ રિલિજ થવા માટે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news