Mithun Chakraborty Video: હોસ્પિટલથી મિથુન અંગે આવી એવી ખબર કે માહોલ બદલાઈ ગયો
Mithun Chakraborty: મિથુન ચક્રવર્તીની તબિયત હવે કેવી છે, તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા મળશે? આવા અનેક સવાલો મિથુન દા ના લાખો ચાહકોના મનમાં હતાં. એવામાં જ હોસ્પિટલથી એક એવા સમાચાર આવ્યાં કે ત્યાર બાદ માહોલ બદલાઈ ગયો. આખરે હોસ્પિટલથી આવી મિથુનની એ ખબર જેના પર હતી સૌની નજર.
Big Breaking News about Mithun Chakraborty Health: મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીએ તાજેતરમાં તેના પિતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો નમાશીનું કહેવું છે કે મિથુન ચક્રવર્તીની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે અને તેઓ આજે હોસ્પિટલથી ઘરે જઈ શકે છે. બે દિવસ પહેલા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર સામે આવ્યા હતા. પછી ખબર પડી કે અભિનેતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ મિથુન ચક્રવર્તીના ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા હતા. પછી હોસ્પિટલથી એક એવા સમાચાર આવ્યાં કે માહોલ બદલાઈ ગયો.
જીહાં, અભિનેતાના ચાહકોએ હવે ટેન્શન લેવાની જરૂર નથી. તાજેતરમાં, ઝૂમ સાથેની વાતચીતમાં, અભિનેતાના પુત્ર નમાશીએ જણાવ્યું હતું કે મિથુન ચક્રવર્તીની તબિયત હવે સારી છે. મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીનું કહેવું છે કે અભિનેતાને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
નમાશીએ મિથુનની હેલ્થ અપડેટ આપી-
મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીએ ઝૂમ પર હેલ્થ અપડેટ આપતા કહ્યું- પપ્પા હવે ઠીક છે. માતા (યોગિતા બાલી) અને હું મુંબઈમાં છીએ. મારો ભાઈ મિમોહ પપ્પા સાથે કલકત્તામાં છે. પપ્પાને 24 કલાકમાં હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે. મિથુન (મિથુન ચક્રવર્તી બ્રેઈન સ્ટ્રોક) ના સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ અપડેટ પછી, અભિનેતાના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
મિથુન કામ અર્થે પ્રવાસે જતો હતો!
વરિષ્ઠ અભિનેત્રી દેબાશ્રી રોયે પણ ગઈ કાલે મિથુન ચક્રવર્તીના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી. આ ઉપરાંત અભિનેત્રીએ જણાવ્યું હતું કે મિથુન દા તેની સાથે અંગત કામ માટે થોડા દિવસો માટે બેંગ્લોર જવાના હતા. ત્યારબાદ તેઓ કલકત્તા પરત ફરીને 23મી ફેબ્રુઆરીથી શૂટિંગ કરવાના હતા. આ અંગે મિથુનના પુત્ર નમાશીનું કહેવું છે કે હવે તેને નથી લાગતું કે તે પપ્પાને આટલી જલ્દી બેંગ્લોર જવા દેશે. તમને જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તીને શનિવારે સવારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેના પછી તેમને તાત્કાલિક કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.