Alia bhatt pregnancy: આલિયા ભટ્ટ ફરી એકવાર ચર્ચા નો વિષય બની છે. રણવીર અને આલિયા એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા અને તેમણે એપ્રિલ 2022 માં લગ્ન કરી લીધા. બંને લગ્ન ઝડપથી અને પોતાના જ ઘરમાં નજીકના લોકોની હાજરીમાં કરી લીધા. આલિયા અને રણબીર ના લગ્નને લઈને ફેન્સ આશ્ચર્યમાં હતા ત્યાં જ બે જ મહિનામાં આલિયા ભટ્ટ એ પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી. આલિયા ભટ્ટ પણ પોતાની પ્રેગનેન્સી દરમિયાન એક્ટિવ હતી અને સતત લાઈમલાઈટમાં રહી હતી. હવે જ્યારે આલિયા અને રણબીરની દીકરી ચાર મહિનાની થવા જઈ રહી છે ત્યારે અભિનેત્રીની પ્રેગનેન્સી અને ડીલિવરી ને લઈને મોટો ખુલાસો થયો છે. આ વાત સતત ચર્ચામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


નતાશાની સાથે લગ્ન પહેલાં આ અભિનેત્રીઓ સાથે રિલેશનમાં હતો હાર્દિક પંડ્યા


સંજય લીલા ભણસાલીની Heeramandi નું Motion Poster રિલીઝ, જુઓ દમદાર કાસ્ટનો First Look


Ajay Devgn ને ફિલ્મ ભોલાના આ સીનને શૂટ કરતી વખતે થયો દિવ્ય શક્તિનો અનુભવ
 


જ્યારથી રાહા કપૂરનો જન્મ થયો છે ત્યારથી આલિયા ભટ્ટના ચાહકો એ જાણવા માટે આતુર હતા કે આલિયાની ડિલિવરી કેવી રીતે થઈ. આલિયા ભટ્ટ તરફથી અત્યાર સુધીમાં ક્યારેય કોઈ કન્ફર્મેશન આવ્યું ન હતું પરંતુ તાજેતરમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે અભિનેત્રીની ડિલિવરી નોર્મલ ન હતી. આલિયા ભટ્ટે સિઝેરિયન મેથડથી દીકરીનો જન્મ આપ્યો હતો.


જોકે આલિયા ભટ્ટનું સી સેક્શન થયું એ વાતથી તો ફેન્સને ઓછો આંચકો લાગ્યો પરંતુ સૌથી મોટો આંચકો એ વાતનો હતો કે આલિયા અને રણબીરે અચાનક લગ્નસી ના કારણે કરી લીધા. ફરી એક વખતથી ચર્ચાઓ થઈ રહી છે કે આલિયા ભટ્ટ લગ્ન પહેલા જ પ્રેગનેટ થઈ ગઈ હતી તેથી જ તેમણે ફટાફટ લગ્ન કરી લીધા. આલિયા ભટ્ટ એ રણબીર કપૂર સાથે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા અને જૂનમાં પ્રેગનેન્સી અનાઉન્સ કરી. ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ સી સેક્શન દ્વારા તેણે દીકરીને જન્મ આપ્યો. આ બધી જ વાતને લઈને ચર્ચા થઈ રહી છે કે આલિયા ભટ્ટ ખરેખર લગ્ન પહેલા જ પ્રેગનેટ હતી.