નતાશાની સાથે લગ્ન પહેલાં આ અભિનેત્રીઓ સાથે રિલેશનમાં હતો હાર્દિક પંડ્યા

Hardik Pandya Natasha wedding: નતાશા સાથે લગ્ન કરતાં પહેલાં હાર્દિક પંડ્યા આ 4 અભિનેત્રીઓની સાથે રિલેશનશીપમાં રહી ચૂક્યો છે.

નતાશાની સાથે લગ્ન પહેલાં આ અભિનેત્રીઓ સાથે રિલેશનમાં હતો હાર્દિક પંડ્યા

Hardik Pandya Natasha wedding: ભારતીય ક્રિકેટ ટીમ અને બોલીવુડનો સંબંધ ઘણો જૂનો રહ્યો છે. આ સમયે અનેક એવા ખેલાડી છે જેમણે બોલીવુડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. અને તે કડીમાં વધુ એક નામ હાર્દિક પંડ્યાનું પણ છે. જેણે નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કરીને તમામને આશ્વર્ય ચકિત કરી દીધા હતા. આજે તેનો અગસ્ત્ય નામનો પુત્ર પણ છે. જોકે તમને જણાવી દઈએ કે નતાશા સાથે લગ્ન કરતાં પહેલાં હાર્દિક પંડ્યા આ 4 અભિનેત્રીઓની સાથે રિલેશનશીપમાં રહી ચૂક્યો છે. 

આ પણ વાંચો:

1. લિશા શર્મા: 
લિશા શર્મા કોલકાતાની લોકપ્રિય અને જાણીતી મોડલ છે. જે મનીષ મલ્હોત્રા, સબ્યસાચી, વેન્ડેલ રોડ્રિક્સ, અનામિકા ખન્ના જેવી મુખ્ય ફેશન બ્રાન્ડ અને ડિઝાઈનર માટે મોડલિંગ કરી ચૂકી છે. આ વાત તમને નહીં જાણતા હોય કે લિશાની હાર્દિક પંડ્યા સાથે પહેલી મુલાકાત એક મોલમાં થઈ હતી. બંનેએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા અને પછી આપસી સહમતિથી અલગ થઈ ગયા.

2. એલી અવરામ:
એલી અવરામ એક ગ્રીક સ્વીડીશ અભિનેત્રી છે. તેણે બોલીવુડમાં મિકી વાયરસ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતું. જ્યાં હાર્દિક પંડ્યાની સાથે તેના અફેરની ચર્ચા શરૂ થઈ. તેની પાછળનું કારણ એ છે કે હાર્દિક પંડ્યા એલી અવરામના મોટા ભાઈના લગ્નમાં પહોંચ્યો હતો. જેના પછી બંને એકબીજાની નજીક આવ્યા. જોકે આ સંબંધ પણ વધારે આગળ ન વધી શક્યો.

3. ઈશા ગુપ્તા:
 બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તા સાથે પણ હાર્દિક પંડ્યા રિલેશનશિપમાં રહ્યો છે. તેમના અફેરની ચર્ચા પણ બોલિવૂડમાં એક સમયે થતી હતી. બંનેની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બાદમાં બંને અલગ થઈ ગયા.

આ પણ વાંચો:

4. ઉર્વશી રૌતેલા: 
બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા જે સોશિયલ મીડિયા પર અલગ-અલગ ચર્ચાઓને કારણે ચર્ચામાં રહે છે. તેનું નામ હાર્દિક પંડ્યા સાથે પણ જોડવામાં આવ્યું હતું. મુંબઈમાં એક પાર્ટી દરમિયાન જ્યારે બંને સાથે જોવા મળ્યા ત્યારે તેમના સંબંધો વિશે અટકળો લગાવવામાં આવી હતી. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને પછી બંને અલગ થઈ ગયા.

5. નતાશા સ્ટેનકોવિક:
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હાર્દિક પંડ્યા અને નતાશાની તમામ તસવીરો લોકોને ખૂબ પસંદ આવી હતી. તમને જણાવી દઈએ કે આ બંનેની લવ સ્ટોરી વિશે કોઈને પણ ખબર ન હતી અને અચાનક જ બંનેએ સગાઈ કરીને દુનિયાને ચોંકાવી દીધી. હાલમાં તેમણે 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં પૂરા રીત-રિવાજો સાથે લગ્ન કર્યા. બંનેને અગસ્ત્ય નામનો પુત્ર પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news