મુંબઈ : રિયાલિટી શો બિગ બોસ સિઝન 12માં પ્રેમીજોડી તરીકે 65 વર્ષના ભજનસમ્રાટ અનનૂપ જલોટા અને 28 વર્ષીય જસલીન સાથે જેની એન્ટ્રી થઇ હતી. તેમની વચ્ચેનો 37 વર્ષ જેટલો વયભેદ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હવે અનૂપ જલોટાએ તેમનાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ વાતનો ખુલાસો અનુપ જલોટાએ પોતાના એક વીડિયોમાં કર્યો હતો. આ વખતે ઘરના મેમ્બરોને નોમિનેશન ટાસ્ક આપવામાં આવ્યું હતું. જેમાં સિંગલ્સે જોડીઓમાંથી કોઇ એકને કિડનેપ કરવાનો હોય છે. જેને છોડવા માટે કિડનેપર પોતાની પસંદગીની માગ મૂકી શકે છે. એવામાં ડિમાન્ડ પૂરી કરનાર જોડીદાર પોતાના સાથીને બચાવી શકે છે અથવા ડિમાન્ડ પૂરી ન થતા સિગલ્સ નેકસ્ટ નોમિનેશનને લઇને સેફ થઇ શકે છે. કિડનેપર બનેલા દીપિકા અને નેહા જસલીન તથા અનૂપની જોડીમાં અનૂપને કિડનેપ કરી લે છે. તેને આઝાદ કરવા માટે જસલીન પાસેથી પોતાના કપડાં, મેકઅપનો સામાન અને વાળ કાપી આપવાની માગ કરે છે.


જોકે આ સમયે જસલીનનું વલણ ચોંકાવનારું હોય છે. જસલીન આવું કંઇ પણ કરવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં અનૂપ તેની પ્રાયોરિટી પર સવાલ ઊભા કરે છે. જસલીને કહ્યું હતું કે, અનૂપ તેમના માટે મહત્ત્વના છે પણ કપડાં ધોવા અને વાળ પણ મહત્ત્વના છે. જસલીનના આ પ્રકારના એટિટ્યૂડથી અનૂપ માયુસ થઇ જાય છે. અનૂપે એવું સ્વીકાર્યુ હતું કે, તેઓ પોતાની ગર્લફ્રેન્ડ જસલીનના કહેવાથી આ શોમાં આવ્યા હતા.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...