નવી દિલ્હી : આ રવિવારે અનૂપ જલોટા 'બિગ બોસ 12'ના ઘરમાંથી બેઘર થયા હતા. બેઘર થયા પછી અનૂપે અજબ વલણ અપનાવ્યું હતું. અનૂપ જલોટાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે ''જસલીન મારી ગર્લફ્રેન્ડ નથી. લોકો મારા અને જસલીનના સંબંધોને ક્યારેય નહીં સમજે. તે મારી શિષ્યા છે અને હું તેનો ગુરુ છું. હું તેને સંગીત શીખવામાં મદદ કરું છું. અમારી વચ્ચે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ જેવો સંબંધ નથી. અમારી વચ્ચે કોઈ પ્રકારના રોમેન્ટિક કે શારીરિક સંબંધ નથી.''


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : આમિરે બિગ બીને પુછ્યું, 'મોડા પહોંચવાના કારણે ઘરમાં પ્રવેશ બંધ થયો કે શું?'


અનૂપના આ નિવેદન વિશે જ્યારે તેની કથિત ગર્લફ્રેન્ડ જસલીનને જાણ થઈ ત્યારે તે બહુ દુ:ખી અને નારાજ થઈ ગઈ હતી. અનૂપનું આ નિવેદન જાણીને જસલીન ગુસ્સામાં લાલપીળી થઈ ગઈ હતી. જસલીનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે બિગ બોસની રંગોલી સ્પર્ધામાં વ્યસ્ત હતી. આ સમયે તેની સાથે 'બિગ બોસ 11'ની વિજેતા શિલ્પા શિંદે અને માસ્ટર માઇન્ડ વિકાસ ગુપ્તા પણ હતા. 


Video : લોન્ચ થયું 'કેદારનાથ'નું ટીઝર, સૈફની દીકરી ચમકશે પડદા પર


હાલમાં મીડિયા સાથેની વાતચીતમાં અનુપ જલોટાએ કહ્યું કે, જસલીન સાથેની રિલેશનશીપ પ્લાન કરવામાં આવી હતી. શોના પ્રીમિયરમાં રિલેશનશીપની વાત સાંભળીને મને આઘાત લાગ્યો. અનુપ જલોટાએ દાવો કર્યો કે આ શો સ્ક્રિપ્ટેડ હોય છે. અનુપ જલોટાએ જણાવ્યું કે, પહેલા આ શો જસલીનને ઓફર થયો હતો. જસલીને મને જણાવ્યું કે તેને બિગ બોસની ઓફર આવી છે પરંતુ તેમણે જોડીમાં આવવાનું કહ્યું છે તો શું તમે મારી સાથે આવશો? મેં જસલીનને ના પાડી દીધી. ત્યાર બાદ તેણે તેના પિતા કેસરી મથારુને મારી સાથે વાત કરવાનું કહ્યું. કેસરી મારા સારા મિત્ર છે પરંતુ મેં તેમને પણ ના પાડી દીધી. અનુપ જલોટાએ કહ્યું કે, જસલીનના પિતાએ વારંવાર વિનંતી કરી એટલે મેં શો માટે હા પાડી દીધી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...