નવી દિલ્હી: 121 દિવસ બિગ બોસ(Bigg Boss 15) ના ઘરમાં રહ્યા બાદ આખરે તેજસ્વી પ્રકાશે બિગ બોસ સીઝન 15 ની ટ્રોફી પોતાના નામે કરી લીધી. તેજસ્વી જેવી જીતી તેના ફેન્સ ઝૂમી ઉઠ્યા. આ સાથે જ સોશિયલ મીડિયા પર તેજસ્વીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રોફી સાથે મળ્યા 40 લાખ રૂપિયા
તેજસ્વી પ્રકાશને  બિગ બોસ 15ની ઝગારા મારતી ટ્રોફી સાથે ઢગલો કેશ પણ મળી. અભિનેત્રીને 40 લાખ રૂપિયા કેશ આપવામાં આવી. 


આ સ્પર્ધક બન્યા રનર અપ
તેજસ્વી પ્રકાશની સાથે ટોપ 3માં કરણ કુન્દ્રા અને પ્રતિક સહજપાલ રહ્યા. જો કે કરણ કુન્દ્રા ટોપ 2માં ન આવી શક્યો અને આઉટ થઈ ગયો હતો. આવામાં પ્રતિક સહજપાલ ફર્સ્ટ રનરઅપ અને કરણ કુન્દ્રા સેકન્ડ રનર અપ બન્યા. 



શમિતા સાથે ખુબ થયો ઝઘડો
તેજસ્વી પ્રકાશનો ખેલ શરૂઆતથી જ દર્શકોને ખુબ પસંદ પડતો હતો. શોમાં તેજસ્વીની મિત્રતા પણ અનેક લોકો સાથે થઈ. જ્યારે એક સ્પર્ધક સાથે ખુબ ઝઘડો પણ જોવા મળ્યો. આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ શમિતા શેટ્ટી હતી. શોમાં તેજસ્વી અને શમિતા ક્યારેય એક પીચ પર સાથે જોવા મળ્યા નહતા. બંને કોઈને કોઈ વાત પર ઝઘડતા જ હતા. એટલે સુધી કે બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેના 29 જાન્યુઆરીના એપિસોડમાં પણ બંનેને ખુબ ઝઘડો થયો. 



આ શોમાં શરૂ થઈ તેજસ્વીની કરણ સાથે લવ સ્ટોરી
તેજસ્વી પ્રકાશની કરણ કુન્દ્રા સાથે આ શોમાં લવ સ્ટોરીની શરૂઆત થઈ. આ શો દરમિયાન બંનેના સંબંધમાં અનેકવાર ઉતાર ચડાવ આવ્યા. જો કે બંને એકબીજાના પ્રેમમાં એ હદે ડૂબેલા હતા કે દરેક ઝઘડાને માત આપીને બંને આ શોમાં સાથે જોવા મળ્યા. એટલે સુધી કે તેજસ્વી અને કરણના માતા પિતાએ પણ આ બંનેના સંબંધ પર મહોર લગાવી દીધી. આવામાં હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શો બાદ આ બંનેને સંબંધ કેટલો મજબૂત થશે.