નવી દિલ્હીઃ Nimrit Kaur and Shiv Thakare: બિગ બોસ 16ના રનર અપ શિવ ઠાકરે અને નિમૃત કૌર (Nimrit Kaur)અહલુવાલિયા વચ્ચેના સંબંધોની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પાર્ટીઓથી લઈને ઈવેન્ટ્સ સુધી શિવ અને નિમૃત વચ્ચે ખાસ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જે બાદ બંનેના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે નિમ્રિત-શિવ (Nimrit Kaur)વચ્ચે મિત્રતા કરતાં પણ વધુ કંઈક ચાલી રહ્યું છે. પરંતુ હાલમાં જ નિમ્રિત કૌરે (Nimrit Kaur)મીડિયા સાથે વાત કરતા સમગ્ર સત્ય કહી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિમૃતે દિલથી વાત કરી...!
નિમ્રિત કૌરે તાજેતરમાં જ ઈન્સ્ટન્ટ બોલિવૂડ સાથેની વાતચીતમાં જણાવ્યું કે શિવ સાથે તેનો શું સંબંધ છે. નિમ્રિતે કહ્યું, 'તે અને શિવ (Shiv Thakare)  ખૂબ સારા મિત્રો છે. અમને ચાહકો તરફથી પ્રેમ મળી રહ્યો છે, જેના માટે તે દરેકનો  દિલથી આભાર માનવા માંગે છે. નિમ્રિતે (Nimrit Kaur)એમ પણ કહ્યું કે, 'તે અને શિવ (Shiv Thakare) માત્ર સારા મિત્રો બનવા માગે છે, વધુ કંઈ નહીં.' તમને જણાવી દઈએ કે, બિગ બોસના ઘરમાં રહીને શિવ અને નિમ્રિતે એકબીજાને ખૂબ સપોર્ટ કર્યો હતો.



નિમ્રિત કૌરને ફિલ્મ મળી!
બિગ બોસ 16માં નિમ્રિત કૌર આહલુવાલિયાને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. નિમ્રિતની લોકપ્રિયતા અને પાત્રને જોઈને નિર્માતા એકતા કપૂરે નિમૃત કૌરને (Nimrit Kaur)લવ, સેક્સી, ધોખા ફ્રેન્ચાઈઝીના બીજા ભાગ માટે ઓફર કરી હતી. આ સાથે થોડા સમય પહેલા એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે નિમૃત (Nimrit Kaur)અને શિવ ઠાકરે (Shiv Thakare) મૂવી એક સાથે એક મ્યુઝિક વીડિયો શૂટ કરવા જઈ રહ્યા છે પરંતુ તેના વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube