MC Stan Breaks All Insta Live Record: 'બિગ બોસ 16'ના વિજેતા એમસી સ્ટેને વધુ એક રેકોર્ડ તોડ્યો છે. થોડા દિવસો પહેલા, એમસી સ્ટેને વિનિંગ પોસ્ટથી વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે હવે શો જીત્યા પછી, એમસી સ્ટેન પહેલીવાર ઇન્સ્ટા લાઇવ  આવ્યા હતા. એમસી સ્ટેને ઇન્સ્ટા લાઇવ આવતાની સાથે જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. શો જીત્યા બાદ એમસી સ્ટેન લગભગ 10 મિનિટ માટે ઈન્સ્ટા લાઈવ આવ્યા હતા. આ દરમિયાન, એમસી સ્ટેને તેના નવા ગીતને થોડુ ગુનગુનાવ્યુ હતુ અને તેને ઈન્સ્ટા લાઈવમાં જોઈને, એટલા બધા ચાહકો અને સેલેબ્સ જોડાયા કે ફરી એકવાર એમસી સ્ટેને એક નવો રેકોર્ડ બનાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

541K લાઇવ વ્યૂઝ
સોશિયલ મીડિયા પર 10 મિનિટની અંદર MC Stanના લાઈવ વ્યૂઝ વધીને 541K થઈ ગયા. એમસી સ્ટેન પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની ગયા છે જેમણે થોડી મિનિટોમાં આટલા બધા વ્યુઝ મેળવ્યા હોય. આ નવા રેકોર્ડ સાથે એમસી સ્ટેને શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધા છે. શાહરૂખ ખાનના ઇન્સ્ટા લાઇવ પર લગભગ 255 હજાર વ્યુઝ આવે છે. 


ભોલેનાથના આ મંદિરોની મુલાકાત નથી લીધી તો તમે શિવના નથી સાચા ભક્ત
કચ્છમાં હાથ લાગ્યું પૃથ્વી પરનું દુર્લભ તત્વ! કેન્સરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ
બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી


વિશ્વના ટોચના 10 લાઈવમાં સામેલ થયુ MC સ્ટેનનું લાઈવ
એમસી સ્ટેન જીત્યા પછી  પહેલીવાર ઇન્સ્ટા લાઇવ પર થોડી મિનિટો માટે આવ્યો, તેણે ઇતિહાસ રચ્યો છે. એમસી સ્ટેનનું ઇન્સ્ટા લાઇવ પણ વિશ્વમાં સૌથી વધુ જોવાયેલ ટોપ 10 લાઇવ બન્યું. આ ઇન્સ્ટા લાઇવને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ડ્રેક, નિકી મિનાજ અને BTS સભ્યો જંગકૂક અને તાહ્યુંગ તરફથી પણ લાઇક્સ મળી છે.



પૈન ઈન્ડિયા ટુરની જાહેરાત 
રેપર અને 'બિગ બોસ 16'ના વિજેતા એમસી સ્ટેને ઈન્ડીયા ટુરની જાહેરાત કરી છે. રેપરની સમગ્ર ભારત પ્રવાસની જાહેરાત થતાંની સાથે જ મુંબઈ અને પુણેની ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે બિગ બોસ પહેલા અને પછી એમસી સ્ટેનની લોકપ્રિયતા કેટલી વધી છે.


આ પણ વાંચો:
MBBSમાં પ્રવેશ અપાવવાનું આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ, મોડસ ઓપરેન્ડી જાણી ગોથે ચઢશો!
રાશિફળ 18 ફેબ્રુઆરી: આજે મહાશિવરાત્રી, આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા રહેશે
એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર...'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube