નવી દિલ્હીઃ 'બિગ બોસ ઓટીટી' (Big boss OTT) ને અત્યાર સુધી મિશ્ર પ્રતિષાદ મળ્યો છે. શોને જ્યારે ઓટીટી પર પ્રસારિત કરવાની જાહેરાત કરી હતી ત્યારે અનુમાન હતું કે કે ખુબ બોલ્ડ થવાનો છે. કરણ જોહર એક પ્રોમોમાં કહી રહ્યાં હતા કે જો તે ટીવી પર આવ્યો તો બેન થઈ શકે છે. હવે આવું કંઈ શોમાં જોવા મળ્યું જ્યારે નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કિસ કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે ટીમોમાં વેચાયા કન્ટેસ્ટેન્ટ
શોના પ્રથમ સપ્તાબમાં કન્ટેસ્ટેન્ટને બે ટીમોમાં વેચવામાં આવ્યા. એક ટીમ પ્રતીક સહજપાલની અને બીજી ટીમ રાકેશ બાપટની. પ્રતીકની ટીમમાં અક્ષરા સિંહ, નિશાંત ભટ્ટ, રિદ્ધિમા પાંડિત અને કરણ નાથ છે. પ્રતીક સહજપાલની ટીમમાં નેહા ભસીન, મિલિંદ ગાબા, જીશાન ખાન, દિવ્યા અગ્રવાલ અને શમિતા શેટ્ટી છે. 


જાણિતી અભિનેત્રીનો MMS થયો લીક, સોશિયલ મીડિયા પર સંભળાવી આપવીતી


નેહા ભસીન રિદ્ધિમાને કિસ કરે છે. પછી તે ઉર્ફીને બોલાવીને જુએ છે અને રિદ્ધિમાને ફરી કિસ કરે છે. તે પૂછે છે સારી લાગી? અચ્છી લગી, ગુડ કિસને?


રિદ્ધિમાએ નેહાને સંભાળી
પાછલા દિવસોમાં પ્રસારિત કરવામાં આવેલા એપિસોડમાં રિદ્ધિમા પંડિત અને નેહા ભસીન વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી. રિદ્ધિમા પોતાના માતાને યાદ કરીને રડવા લાગે છે ત્યારે નેહા તેને સંભાળે છે અને શાંત કરાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube