સુશાંતની જેમ જ ફાંસી લગાવીને બિહારના એક કલાકારે મુંબઈમાં આત્મહત્યા કરી
અક્ષય એક આશાસ્પદ અભિનેતા હતા, અને નોકરી પણ કરતા હતા. તે મૂળ મુઝફ્ફરનગરના સિકંદરપુરના રહેવાસી હતા અને પોતાના અભિનયના સપનાને સાકાર કરવા માટે મુંબઈ આવ્યા હતા
ઝી મીડિયા/બ્યૂરો :નવોદિત કલાકાર અક્ષત ઉત્કર્ષ (Akshat Utkarsh)નું મુંબઈમાં નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અક્ષત એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરવાની સાથે સાથે એક્ટિંગ પણ કરી રહ્યા હતા. અક્ષતે રવિવારની રાત્રે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, અક્ષય એક આશાસ્પદ અભિનેતા હતા, અને નોકરી પણ કરતા હતા. તે મૂળ મુઝફ્ફરનગરના સિકંદરપુરના રહેવાસી હતા અને પોતાના અભિનયના સપનાને સાકાર કરવા માટે મુંબઈ આવ્યા હતા.
પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ
મૃતકના પરિવારજનોએ અક્ષત ઉત્કર્ષના શંકાસ્પદ મોત બાદ તેના પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ અક્ષતના પરિવારજનોએ મુંબઈ પોલીસ પર મદદ ન કરવાનો આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં મૃતકના મામા રંજીત સિંહે જણાવ્યું કે, રવિવારની રાત્રે અંદાજે 9 કલાકે નવોદિત અભિનેતાના પિતા સાથે વાત થઈ હતી. પરંતુ તેના બાદ મોડી રાત્રે તેના મોતના સમાચાર મળ્યા હતા.
મુંબઈ પોલીસે સહયોગ ન આપ્યો
આ સમગ્ર કેસમાં અક્ષતના પરિવારજનોએ મુંબઈ પોલીસ પર પણ આરોપ લગાવ્યો હતો. અક્ષતના પરિવારજનોએ આરોપ મૂક્યો કે, મુંબઈ પોલીસે આ મામલામાં કોઈ પ્રકારનો સહયોગ ન કર્યો. સાથે જ કોઈ પ્રકારનો કેસ પણ દાખલ ન કર્યો. તો મુંબઈ પોલીસનું કહેવુ છે કે, કેસ દાખલ કરી દેવાયો છે. સાથે જ તેની તપાસ પણ થઈ રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.
અક્ષતે રૂમાલથી લગાવી ફાંસી
મુંબઈ પોલીસ આ કેસને આત્મહત્યા ગણાવી રહી છે. અક્ષતનું પાર્થિવ શરીર મંગળવારે સવારે પટના એરપોર્ટ પહોંચ્યું હતું. આ દરમિયાન તેનો પરિવાર પણ ત્યાં હાજર હતો. અક્ષતે અપકમિંગ ફિલ્મ ‘લિટ્ટી ચોખા’ માં પણ એક રોલ કર્યો હતો. રિપોર્ટસની માનીએ તો, મુંબઈ પોલીસે જણાવ્યું કે, અક્ષતે રૂપિયાની તંગી હતી. તેથી તેણે ફાંસી લગાવી હોઈ શકે છે.