નવી દિલ્હી: એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે મંગળવારે જ સીએમ નીતિશ કુમારે સીએમ નીતીશ કુમાર સાથે વાત કરીને સીબીઆઇ તપાસની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે મારી વાત સુશાંત સિંહ રાજપૂતના પિતા સાથે થઇ. તેમણે સીબીઆઇ તપાસની માંગ કરી છે. તેમની માંગના આધારે બિહાર સરકાર, સીબીઆઇ તપાસની ભલામણ કરશે. આજે સાંજે તમામ પેપરવર્કની કાર્યવાહી થશે. 


મુંબઇ પોલીસ પર સુશાંતના વકીલના આરોપ
સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે મુંબઇ પોલીસ પર તપાસમાં સહયોગ ન કરવા અને તપાસમાં વિધ્ન ઉભું કરવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ સિંહે કહ્યું કે મુંબઇ પોલીસ તપાસમાં અડચણ ઉભી કરે છે. પહેલીવાર એવું થયું છે કે તપાસ અધિકારીઓને કામ ન કરવા દેવામાં આવતું નથી. એવામાં આરોપીને ફાયદો મળે છે. 


તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂનના રોજ મુંબઇમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેમના નિધનથી બોલીવુડ ઇંડસ્ટ્રીની સાથે-સાથે ફેન્સને પણ ખૂબ આંચકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપોત કેસને લઇને એક્ટરના ઘરવાળા, મિત્રો અને ફેન્સ સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મનની વાત કહી છે. 


સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube