Bipasha Basu ની દીકરીની 3 મહિનાની ઉંમરે થઈ ઓપન હાર્ટ સર્જરી, જન્મથી હૃદયમાં હતા 2 કાણા
Devi Basu Singh Grover: બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ નવેમ્બર 2022 માં માતા બની હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન બિપાશાએ તેની દીકરીને લઈને ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો કર્યો. બિપાશા બાસુએ જણાવ્યું કે તેની દીકરીને દેવીને જન્મથી હૃદયમાં બે કાણા હતા અને તેના માટે નાની ઉંમરમાં તેની સર્જરી કરાવવી પડી હતી.
Devi Basu Singh Grover: બોલીવુડના પાવર કપલ ગણાતા બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ઘરે નવેમ્બર 2022માં દીકરીનો જન્મ થયો હતો. બિપાશા અને કરણે તેમની દીકરીનું નામ દેવી રાખ્યું છે. દેવી ના જન્મને લઈને બિપાશા બાસુએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઇન્ટરવ્યૂમાં તે અભિનેત્રી નેહા ધૂપિયા સાથે ઈંસ્ટા લાઇવ ચેટ દરમિયાન વાત કરી રહી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું કે તેની દીકરી દેવીનો જન્મ હૃદયમાં બે કાણા સાથે થયો હતો. આ વાત કરતી વખતે તે ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેને જણાવ્યું કે કેવી રીતે ત્રણ મહિનાની ઉંમરમાં દેવીની ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી.
આ પણ વાંચો:
Ileana DCruz Baby: અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝ બની માતા, 1 ઓગસ્ટે દીકરાને આપ્યો જન્મ
The Kerala Story ફેમ અદા શર્માએ ફિલ્મોમાંથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી આપી જાણકારી
પૂજા બનવા આયુષ્માન ખુરાનાએ લીધી આટલી ફી, અનન્યા પાંડે અને અન્ય કલાકારોની ફી પણ તગડી
અભિનેત્રી બિપાશા બાસુએ આ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે દેવી ત્રણ દિવસની હતી ત્યારે ડોક્ટર છે તેને જણાવ્યું કે તેની દીકરીના હૃદયમાં બે કાણા છે. સાથે જ ડોક્ટરે કહ્યું કે દેવી જેમ જેમ મોટી થશે તેમ તેનું સ્કેન કરવું પડશે ચેકઅપ પછી ખબર પડશે કે હૃદયમાં રહેલા કાણા ઠીક થશે કે નહીં. ત્યાર પછી દર મહિને બિપાશા બાસુ તેની દીકરીનું સ્કેનિંગ કરાવતી. ડોક્ટર સે અભિનેત્રીને પહેલા જ જણાવી દીધું હતું કે કાણા એટલા મોટા છે કે શક્ય નથી કે તે જાતે જ બરાબર થઈ જાય. તેથી દેવી ત્રણ મહિનાની થાય એટલે તેની સર્જરી કરવી પડશે.
બિપાશા બાસુએ જણાવ્યું કે દેવી ત્રણ મહિનાની થાય ત્યાં સુધી તેઓ દુઃખી અને પરેશાન રહેતા હતા. તે અને કરણ એક જ વાત વિચારતા કે આટલી નાની બાળકીની ઓપન હાર્ટ સર્જરી કેવી રીતે કરાવી. તેઓ સતત પ્રાર્થના કરતા હતા કે દેવીના હૃદયના કાણા જાતે જ ઠીક થઈ જાય પરંતુ આવું થયું નહીં અને જ્યારે દેવી ત્રણ મહિનાની થાય ત્યારે તેની સર્જરી કરાવવી પડી.