Dream Girl 2: પૂજા બનવા માટે આયુષ્માન ખુરાનાએ લીધી આટલી ફી, અનન્યા પાંડે અને અન્ય કલાકારોની ફી પણ તગડી

Dream Girl 2: આયુષ્માન ખુરાના 4 વર્ષ પછી ફરી એકવાર 'પૂજા' બની લોકોને ઘાયલ કરવા આવશે.  ડ્રીમ ગર્લ 2 ફિલ્મમાં આ વખતે આયુષ્માન ખુરાનાની સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. જો કે આ ફિલ્મમાં આ વખતે અનન્યાની જ નહીં પરેશ રાવલ અને રાજપાલ યાદવની પણ એન્ટ્રી થઈ છે જેઓ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને લઈને હાલ સ્ટાર કાસ્ટની ફીની ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને આયુષ્માન ખુરાનાને લઈને ચર્ચાઓ છે. કારણ કે આ ફિલ્મમાં તેણે તેની ફીમાં ઘટાડો કર્યો છે.

આયુષ્માન ખુરાના

1/5
image

રિપોર્ટ્સ અનુસાર આયુષ્માને ડ્રીમ ગર્લ માટે 25 કરોડ રૂપિયાની ફી લીધી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેણે તેની ફીમાં 10 કરોડનો ઘટાડો કર્યો અને ડ્રીમ ગર્લ 2 માટે 15 કરોડ રૂપિયા લીધા છે.

અનન્યા પાંડે

2/5
image

અનન્યા પહેલીવાર આયુષ્માન ખુરાના સાથે ફિલ્મમાં જોવા મળશે. ડ્રીમ ગર્લ 2 માં અભિનેત્રીનો રોલ ખૂબ નાનો છે પરંતુ તેને 3 કરોડ મળ્યા છે.

પરેશ રાવલ

3/5
image

બોલીવુડના જાણીતા અભિનેતાએ પરેશ રાવલે ડ્રીમ ગર્લ 2 માટે ફિલ્મ નિર્માતાઓ પાસેથી માત્ર 1.5 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે.

રાજપાલ યાદવ

4/5
image

ફેમસ કોમેડિયન અને એક્ટર રાજપાલ યાદવે ડ્રીમ ગર્લ 2 માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે.

અન્નુ કપૂર

5/5
image

અન્નુ કપૂરને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માટે સૌથી ઓછા 85 લાખ રૂપિયા ફી તરીકે મળ્યા છે.