પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં દિલીપકુમારે પત્ની સાયરાને છોડીને રાતોરાત કરી લીધા હતા બીજા લગ્ન
11 ડિસેમ્બર, 1922ના દિવસે પંજાબના પેશાવરમાં જન્મેલા મહાન એક્ટર દિલીપકુમાર (Dilip kumar)નો આજે 96મો જન્મદિવસ છે. તેઓએ તેમનાથી 22 વર્ષ નાની પત્ની સાયરા બાનો (saira banu) સાથે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે.
મુંબઈ : 11 ડિસેમ્બર, 1922ના દિવસે પંજાબના પેશાવરમાં જન્મેલા મહાન એક્ટર દિલીપકુમાર (Dilip kumar)નો આજે 96મો જન્મદિવસ છે. તેઓએ તેમનાથી 22 વર્ષ નાની પત્ની સાયરા બાનો (saira banu) સાથે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે. દિલીપકુમાર અને સાયરા બાનોના લગ્ન થયા ત્યારે સાયરા 22 વર્ષના અને દિલીપકુમાર 44 વર્ષના હતા. સાયરા 12 વર્ષના હતા ત્યારથી મનોમન દિલીપકુમારને પ્રેમ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ પુરી થઈ હતી. દિલીપકુમાર અને સાયરા અત્યારે પણ દંપતિ તરીકે ખુશહાલ જીવન જીવે છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે સંતાનની ઇચ્છા પુરી કરવા માટે જીવનના એક તબક્કે દિલીપકુમારે પ્રેમાળ પત્ની સાયરાને પડતી મુકીને અન્ય ડિવોર્સી મહિલા અસ્મા રહેમાન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે એ વાત અલગ છે કે આ લગ્ન બહુ લાંબા ચાલ્યા નહોતા.
Viral Video : દિશા વાકાણીની જબરદસ્ત મિમિક્રી કરી કોલેજિયને, યાદ આવી જશે દયાબહેન
1980માં દિલીપ અને સાયરાના સુખી સંસારમાં કડવાશ આવી ગઈ. દિલીપકુમારે સાયરા સાથેના લગ્નના 14 વર્ષ બાદ અસ્મા રહેમાન નામની યુવતી સાથે લગ્ન કરી લીધા. આ સમયે મીડિયામાં અફવા ચાલી કે સાયરા મા બની શકતી નથી અને સંતાન પ્રાપ્તિની ઈચ્છાને લઈ દિલીપે આ પગલું ભર્યું. અસ્મા સાથેના લગ્ન બાદ સાયરા અને દિલીપ દૂર થઈ ગયા.જોકે બે વર્ષમાં જ અસ્મા અને દિલીપ અલગ થઈ ગયા. તેમના આ લગ્ન અંગે યુસુફસાબની આત્મકથા 'દિલીપ કુમારઃ સબસ્ટેન્સ એન્ડ શેડો' પુસ્તકમાં આ લગ્નને અશુભ ગણાવામાં આવ્યા છે અને માટે તે દિલગીર છે. અસ્મા અને દિલીપ કુમારની મુલાકાત હૈદરાબાદમાં એક ક્રિકેટ મેચ દરમિયાન થઇ હતી. તેઓ બહુ જલ્દી નજીક આવી ગયા હતા અને આખરે તેમણે નિકાહ કરી લીધા હતા. ચોંકાવનારી વાત તો એ હતી કે એ સમયે અસ્મા પણ પરિણીત હતી અને તેના પોતાના સંતાનો હતા. દિલીપકુમારની આત્મકથામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 1972
Bigg Boss 13 હોસ્ટ કરી રહ્યો છે Salman Khan પણ ગુસ્સાથી પારો ચડ્યો છે તેના પરિવારનો કારણ કે...
મળતી માહિતી પ્રમાણે સાયરાને જ્યારે દિલીપકુમારના બીજા લગ્નની માહિતી મળી ત્યારે તેણે ડિવોર્સ માગ્યા હતા પણ દિલીપકુમારે તેને ડિવોર્સ આપવાને બદલે અસ્માને છોડી દીધી હતી. પતિ અને બાળકોને છોડીને દિલીપકુમાર સાથે પરણવાનું પસંદ કરનાર અસ્માની હાલત કફોડી થઈ ગઈ હતી અને તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આખરે અસ્મા પોતાના પતિ અને બાળકો પાસે પરત ફરી હતી અને પછી તેના કોઈ જ સમાચાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક