મુંબઈ : 2 નવેમ્બર, 1965ના દિવસે જન્મેલા શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. આ જન્મદિવસનું એડવાન્સ સેલિબ્રેશન કરવા માટે ગઈકાલે મધરાતે 12 વાગ્યે તેના ઘરની બહાર ચાહકોનો મોટો જમાવડો થયો હતો. મુંબઈના બાંદરાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં શાહરૂખનો બંગલો 'મન્નત' આવેલો છે અને આ બંગલાની બહાર મોટી સંખ્યામાં ચાહકોએ જમા થઈને બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા અને નિકનું 'આ' રીતે શરૂ થયું હતું અફેર, અંગત સિક્રેટ થઈ ગયું જાહેર


શાહરૂખના જન્મદિવસની ઉજવણી કરવા માટે આખા દેશમાંથી તેના ચાહકો આવ્યા હતા. આ ચાહકોના ગ્રૂપે પહેલા મરાઠા મંદિર થિયેટરમાં ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે' જોઈ હતી અને પછી મન્નતની બહાર ફટાકડાં પણ ફોડ્યા હતા. શાહરૂખની ટીમે પણ લાંબા સમયથી તેના ઘરની બહાર ભેગા થયેલા ચાહકોને નાસ્તો તેમજ પાણીની સગવડ આપી હતી. 


ઐશ્વર્યાનું પીયરિયાં સાથે લેટનાઇટ બર્થ-ડે સેલિબ્રેશન, પરિવારજનોની તસવીર જોવા કરો ક્લિક


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...