મુંબઈ : બોલિવૂડના સ્ટાર એક્ટર શમ્મી કપૂરનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 21 ઓક્ટોબર, 1931ના દિવસે થયો હતો. તેમના પિતા પૃથ્વીરાજ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાયાના એક્ટર ગણાય છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે સુપરસ્ટાર શમ્મી કપૂરનો ભાવનગર સાથે બહુ જૂનો સંબંધ છે. તેઓ ભાવનગરના જમાઇ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શમ્મી કપૂરના પ્રેમલગ્ન 1955માં વિખ્યાત ફિલ્મ અભિનેત્રી ગીતા બાલી સાથે થયા હતાં. જેનાથી તેમને આદિત્ય અને કંચન નામના પુત્ર-પુત્રી થયા હતા. 1965માં ગીતા દત્તનું અછબડાની બીમારીથી નાની વયમાં અવસાન થઈ ગયું હતું. શમ્મી કપૂર અને ભાવનગરના રાજવી પરિવાર સાથે સારો એવો ઘરોબો હતો. આ સંબંધોને કારણે 27 જાન્યુઆરી, 1969માં શમ્મી કપૂરના બીજા લગ્ન રાજવી પરિવારના રાજપુતાણી નીલા દેવી સાથે થયા હતા. 


શમ્મી કપૂરનું અવસાન 14 ઓગસ્ટ, 2011માં થયું હતું. તેમના અવસાન પછી તેમની પત્ની નીલા દેવીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમણે પતિ શમ્મી સાથેના પોતાના સ્મરણો તાજા કર્યા હતા. આ ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે શમ્મી અને ગીતાના બાળકો આદિત્ય અને કંચનને સાવકાપણું ન અનુભવાય એટલે શમ્મીએ તેમના બાળકો નહીં થાય એ શરતે લગ્ન કર્યા હતા અને તેમને પણ આ વાતનો ત્યારે પણ વાંધો નહોતો અને આજે પણ અફસોસ નથી. હાલમાં શમ્મી કપૂરને એક પુત્ર આદિત્ય રાજ કપૂર અને પુત્રી કંચન છે. કંચને ફિલ્મ નિર્દેશક મનમોહન દેસાઈના પુત્ર કેતન સાથે લગ્ન કર્યાં છે અને તેમને પૂજા દેસાઈ નામની એક પુત્રી છે જ્યારે પુત્ર આદિત્ય રાજ કપૂરે પ્રીતિ સાથે લગ્ન કર્યાં છે અને તેને વિશ્વ પ્રતાપ નામનો દીકરો અને તુલસી કપૂર નામની પુત્રી છે.


બોલિવૂડના સમાચાર જાણ કરો ક્લિક....