નવી દિલ્હી; કહેવાય છે કે જૂના યુગમાં એક ફૂલ હતું જેને ખાઇને કોઇપણ ચિરયૌવન થઇ જતું હતું, લોકો કહે છે કે 65 વર્ષ બોલીવુડ અભિનેત્રી રેખા (Rekha) પણ કદાચ તે ફૂલનું રહસ્ય જાણી ચૂકી છે. પરંતુ એવું નથી. જોકે રેખા (Rekha) નો ડાયટ પ્લાન તેમની બ્યૂટી મેજીક છે, જે તેમને આજે આ ઉંમરમાં પણ ન્યૂકમર્સ કરતાં પણ યંગ રાખે છે. આજે રેખા (Rekha) નો 64મો જન્મદિવસ છે. આવો આ અવસરે જાણીએ તેમનો મેજિકલ ડાયટ પ્લાન...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસભર પીવે છે પાણી
રેખાની સુંદરતાનો મોટું રહસ્ય છે તે દિવસભરમાં 10-12 ગ્લાસ પાણી પીવે છે. કારણ કે પાણી આપણા શરીરના અંદરથી બધા ટોક્સિંગ અને ગંદકી બહાર કાઢે છે. પાણી વધુ પીવાથી સ્કીન ચમકદાર બને છે. એટલા માટે રેખા ગ્લોઇંગ ફેસ જ રહસ્ય છે. 


તેલને કરે છે એવોઇડ
વધુ પાણી પીવાની સાથે રેખા તેલને એવોઇડ કરે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુંમાં આ અંગે વાત કરતાં રેખાએ જણાવ્યું હતું કે તે વધુમાં વધુ તાજી શાકભાજીઓ, દહી અને સલાહને પોતાની ભોજનમાં સામેલ રાખે છે. રેખાએ એ પણ જણાવ્યું કે તે ચોખા ખાતી નથી, પરંતુ રોટલી જરૂર ખાય છે. 


પુરી ઉંઘ છે એન્ટીએજિંગ
રેખા પોતાના ડાયટની સાથે વધુ એક કામ પર ધ્યાન આપે છે. તે હંમેશા પુરતી ઉંઘ લે છે, કારણ કે દરરોજ પુરતી ઉંઘ લેનાર વ્યક્તિને સ્વાસ્થ સંબંધી મુશ્કેલીઓ ઓછી થાય છે. એટલા માટે રેખાના એક ઇન્ટરવ્યું અનુસાર ઓછામાં ઓછી 6-7 કલાકની ઉંઘ લે છે. 


જો તમે પણ સુપરસ્ટાર રેખાની માફક 65 વર્ષની ઉંમરમાં યુવા અને એનર્જેટિક રહેવા માંગો છો તો આજથી આ ટિપ્સને ફોલો કરવાનું શરૂ કરી દો. બાકી સુંદર અને હસીન સુપરસ્ટાર રેખા માટે અમે તેમના જન્મદિવસ પર એટલું જ કહીશું કે હંમેશા આ રીતે ફિટ અને હીટ રહે.