મુંબઈ : બોલિવૂડમાં પોતાની પહેલી જ ફિલ્મ લવસ્ટોરીથી સુપરહિટ સાબિત થઈ ગયેલી એક્ટ્રેસ વિજયેતા પંડિતનો આજે જન્મદિવસ છે. વિજયેતા પંડિતનો જન્મ 25 ઓગષ્ટ, 1967ના રોજ હરિયાણાના હિસ્સાર જિલ્લાના પિલી મંડોરી ગામમાં થયો હતો. વિજયેતાના પિતા પંડિત પ્રસાદ નારાયણ ક્લાસિકલ મ્યુઝિશિયન હતા. તેમના મોટા ભાઈ એટલે કે વિજયેતાના કાકા પંડિત જસરાજ વિખ્યાત શાસ્ત્રીય ગાયક હતા. વિજયેતાના ભાઈ જતિન પંડિત અને લલિત પંડિત, મ્યુઝિક ક્ષેત્રે જતિન-લલિતના નામથી જાણીતા છે. વિજયેતાની મોટી બહેન સુલક્ષણા પંડિત અભિનયમાં અને ગાયિકા તરીકે ખાસ્સી નામના મેળવી ચૂકી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે મળ્યો બ્રેક
એક દિવસ નિર્માતા-અભિનેતા રાજેન્દ્રકુમાર મોટી બહેન સુલક્ષણા પંડિત માટે પ્લેબેક સિંગિંગની ઓફર લઈને ઘરે આવ્યા હતા. રાજેન્દ્રકુમારે ત્યાં વિજયેતાને જોઈ. એમને યાદ આવ્યું કે એમણે આ છોકરીને એક પ્રોડ્યુસરની ઓફિસમાં પણ જોઈ છે. રાજેન્દ્રકુમાર પોતાના દીકરા કુમાર ગૌરવ માટે ફિલ્મ બનાવતા હતા. એમને હીરોઈનની તલાશ હતી. એમણે વિજયેતાને પહેલો બ્રેક આપ્યો. ‘લવસ્ટોરી’ સુપરહિટ થઈ અને બંને નવોદિત સ્ટાર્સ બની ગયા. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે વિજેતાની વય 14 વર્ષની હતી એટલે કે તેણે 12 વર્ષની વયથી હિરોઇન તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મથી કુમાર ગૌરવને બહુ મોટો ફાયદો થયો પણ વિજયેતાની કારકિર્દી એટલી ઝળહળી શકી નહીં. 


આ રીતે તૂટ્યું દિલ
લવસ્ટોરી રિલીઝ થઈ ત્યારે વિજયેતાની ઉંમર માત્ર 14 વર્ષની હતી અને ફિલ્મનો હીરો ગૌરવકુમાર માત્ર 21 વર્ષનો હતો. ફિલ્મ સુપરહિટ થઈ અને ગૌરવ તથા વિજયતાના ઈન્ટરવ્યૂ પ્રગટ થવા લાગ્યા. વિજયેતાએ ભોળાભાવે કહી દીધું કે તેમનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે. કુમાર ગૌરવના પિતા રાજેન્દ્રકુમારને લાગ્યું કે વિજયેતા સાથેના પ્રેમની વાતોથી ગૌરવની કરિયરને નુકસાન થશે. રાજેન્દ્રકુમારે તરત પુત્ર ગૌરવ પાસે નિવેદન કરાવ્યું કે વિજયેતાને પ્રેમની લાગણી થઈ હોય એ શક્ય છે, પરંતુ મારી તરફથી એવું કશું જ નથી. બસ, પ્રેમીના આ નિવેદનથી વિજયેતાનું દિલ તુટી ગયું.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...