નવી દિલ્હી: બિગ બોસ  (Bigg Boss 14)ના ઘરમાં જલદી જ વધુ એક વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટેંટ્સની એંટ્રી થવાની છે. સમાચારોનું માનીએ તો સલમાનના આ વિવાદિત ટીવી રિયલ્ટી શોમાં હરિયાણાની ભાજપ નેતા અને જાણિતી ટિકટોકર સોના ફોગાટ (Sonali Phogat) પણ વાઇલ્ડ કાર્ડ તરીકે એંટ્રી લેવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોમાં આ ભાજપ નેતાની એંટ્રી
અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com માં પ્રકાશિત એક સમાચાર અનુસાર સોનાલી ફોગાટ ઉપરાંત વધુ કેટલાક લોકો પણ ઘરમાં એંટ્રી કરશે. જોકે હજુ બાકી નામોનો ખુલાસો થયો નથી. પરંતુ સમાચાર અનુસાર સોનાલી ફોગાટ ઘરમાં વીકેંડની વોર બાદ પગ માંડશે. 



કોણ છે સોનાલી ફોગાટ?
તમને જણાવી દઇએ કે સોનાલી ફોગાટ એક જાણિતી ટિકટોક સ્ટાર સાથે હરિયાણામાં ભાજપના નેતા પણ છે. સોનાલી ફોગાટ થોડા દિવસો પહેલાં તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સોનાલી ફોગાટ હિસાલ માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને ચંપલ વડે મારતી જોવા મળી હતી. આ મામલે ખૂબ ચર્ચામાં રહ્યો હતો અને સોનાલી ફોગાટ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


વીકેંડનો વોર રહ્યો મજેદાર
તો બીજી તરફ એપિસોડમાં શોના હોસ્ટ સલમાન ખાન વીકેંડના વોરમાં ઘરમાં કેટલીક ઘટનાઓને લઇને અર્શીને ફટકાર લગાવતાં જોવા મળી. ત્યારબાદ તે ઉઠે છે અને જાહેરાત કરે છે કે તે આ શોને છોડી રહી છે. શોમાં ખૂબ ડ્રામા જોવા મળ્યો. આ અઠવાડિયાની શરૂઆતમાં અરશીનો વિકાસ સાથે ઝઘડો થયો હતો, જેથી તે ખૂબ ગુસ્સામાં હતો. વાત એટલી વધી ગઇ કે વિકાસે અર્શીને સ્વિમિંગ પુલમાં ધક્કો મારી દીધો અને વિકાસને શારિરીક હુમલાનો સહારો લેવા માટે શોમાંથી નિકાળી દેવામાં આવ્યો હતો.