મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનોતની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અભિનેત્રીની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. હવે કંગનાને બીએમસી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બીએમસી પ્રમાણે કંગના રનોતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ નોટિસ મારી દીધી છે. બીએમસીનું માનવું છે કે કંગનાની ઓફિસમાં અલગ રીતે પાર્ટિશન કરવામાં આવ્યું છે. બાલકની એરિયાનો રૂમની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેના અને કંગના રનોત વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શાબ્દિક પ્રહાર ચાલી રહ્યો છે. હવે બીએમસીએ કંગનાની મુશ્કેલી વધારવાનું કામ શરૂ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના સેક્શન 354 (A) હેઠળ કંગના પોતાના ઘરેથી ઓફિસનું કોઈ કામ કરી શકે નહીં. નોટિસમાં તેવું લખવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકની અંદર કંગનાએ પોતાની ઓફિસના કન્સટ્રક્શન અને રિઇનોવેશન સંબંધિત તમામ ડોક્યૂમેન્ટ બીએમસી ઓફિસમાં જમા કરાવવાના છે. બીએમસીએ 10.03am  કલાકે કંગનાની ઓફિસની દીવાલ પર નોટિસ ચોંટાડી છે. 


સુશાંત કેસમાં NCBની ઓફિસ પહોંચી Rhea Chakraborty, શું આજે થઇ શકે છે ધરપકડ?

આ સિવાય કંગનાને વોર્નિંગ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બિલ્ડિંગ નિર્માણ સંબંધિત તમામ દસ્તાવેજ 24 કલાકની બીએમસી ઓફિસમાં જમા કરાવવામાં આવે. જો તે આમ કરવામાં અસફળ રહે તો તેના વિરુદ્ધ સેક્શન 354 A હેઠળ પગલા ભરવામાં આવશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઓફિસની અંદર ઉપયોગ થનારા મશીન તથા અન્ય સામાનોને હટાવી દેવામાં આવશે. હવે કંગના સામે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જોવાનું રહેશે કે કંગનાની આ ઓફિસનું ભવિષ્ય શું હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર