Bollywood ની આ અભિનેત્રીઓનું ડેબ્યૂ તો દબંગ રહ્યું, પણ હવે કોઈ ગણકારતુંય નથી!
બૉલીવુડમાં એન્ટ્રી લેનાર બધા જ કલાકારોનું એક સપનું હોય છે કે તેની પહેલી ફિલ્મથી તે ખુબ જ પ્રખ્યાત થઈ જાય. પરંતુ બધા લોકોના નસીબ એવા નથી હોતા કે પહેલી ફિલ્મથી તેને ઓળખ મળી જાય. આજે આપને કેટલીક એવી એક્ટ્રેસ વિશે જણાવીશુ જે લોકોની એન્ટ્રી ખુબ જ શાનદાર હતી, બ્લોકબસ્ટર ફિલ્મ્સે તેઓને રાતો રાત સ્ટાર બનાવી દિધા, પરંતુ ત્યાર પછી આજ સુધી તેમની પાસે કોઈ કામ નથી. તો ચાલો જાણીએ મનીષા લાંબા, અનુ અગ્રવાલની સાથે કઈ કઈ એક્ટ્રેસનું નામ આ લિસ્ટમાં છે.
નવી દિલ્હીઃ બૉલીવુડમાં એન્ટ્રી લેનાર બધા જ કલાકારોનું એક સપનું હોય છે કે તેની પહેલી ફિલ્મથી તે ખુબ જ પ્રખ્યાત થઈ જાય. પરંતુ બધા લોકોના નસીબ એવા નથી હોતા કે પહેલી ફિલ્મથી તેને ઓળખ મળી જાય. આજે આપને કેટલીક એવી એક્ટ્રેસ વિશે જણાવીશુ જે લોકોની એન્ટ્રી ખુબ જ શાનદાર હતી, બ્લોકબસ્ટર ફિલ્મ્સે તેઓને રાતો રાત સ્ટાર બનાવી દિધા, પરંતુ ત્યાર પછી આજ સુધી તેમની પાસે કોઈ કામ નથી. તો ચાલો જાણીએ મનીષા લાંબા, અનુ અગ્રવાલની સાથે કઈ કઈ એક્ટ્રેસનું નામ આ લિસ્ટમાં છે.
7 એક્ટ્રેસનું નામ આ લિસ્ટમાં છે:
આજે આપને બૉલીવુડની એવી એક્ટ્રેસ વિશે જણાવીશું જે લોકોની પહેલી ફિલ્મ હિટ થયા પછી આજ સુધી તેમનુ બૉલીવુડમાં કોઈ ઠેકાણું નથી.
અંતરા માલી:
વર્ષ 2002માં કંપની અને રોડ જેવી બ્લૉકપસ્ટર ફિલ્મ્સથી અંતરા માલી ખુબ જ પ્રખ્યાત થઈ ગઈ હતી. લોકો તેઓને ઉર્મિલા માતોડકર સાથે સરખાવવા લાગ્યા હતા. પરંતુ ત્યારપછી તેમના કરિયરની ગાડી આગળ વધુ ના ચાલી. તેઓએ 2009માં લગ્ન કર્યા, જ્યારપછી તેણે સંપૂર્ણ સમય પરિવારને આપવાનો શરૂ કર્યો. આપને જણાવી દઈએ કે અંતરાને અંતિમ વખત નાચ અને મિસ્ટર યા મિસમાં જોવા મળ્યા હતા.
અનુ અગ્રવાલ:
વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ આશિકી આજે પણ બધાની જીભ પર છે. આ ફિલ્મથી અનુ અગ્રવાલને રાતો રાત સ્ટાર બનાવી દિધા હતા. પરંતુ એક અકસ્માતના કારણે અનુ અગ્રવાલની જીંદગી બરબાદ થઈ ગઈ. આ ફિલ્મ પછી તે બીજી કોઈ હિટ ફિલ્મમાં જોવા નથી મળી.
કોઈના મિત્રા:
કોઈના મિત્રએ વર્ષ 2002માં રોડ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. કોયનાને બૉલીવુડની હૉટ ગર્લ્સમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ આ ફિલ્મ અને આઈટમ નંબર સાકી સાકી પછી તેમના ખાતામાં બીજી કોઈ ફિલ્મ નથી.
મિનિષા લાંબા:
ફિલ્મ યહાં થી બ્યૂટી વિથ બ્રેનનો ટેગ મેળવનાર અભિનેત્રી મિનિષા લાંબાએ પોતાના કરિયરમાં ખુબ ઓછુ ફિલ્મ્સ કરી છે. તે અંતિમ વખત બિગ બૉસ 8માં જોવા મળી હતી. તેઓએ હનીમૂન ટ્રાવેલ્સ પ્રા. લિમિટેડ અને બચના એ હસીનો જેવી ફિલ્મ્સથી વાપસી કરવાના અનેક પ્રયત્નો કર્યા, પણ આ ફંડા કામ ના લાગ્યા.
પ્રીતિ ઝંગિયાની:
મલ્ટી-સ્ટારર, બિગ બજેટ ફિલ્મ મોહબ્બતેમાં પોતાની ક્યૂટનેસના કારણે પ્રીતિ ઝંગિયાનીએ સૌ કોઈનું દિલ જીતી લીધુ હતું. પરંતુ ત્યારપછી પ્રીતિને કોઈ ફિલ્મ ના મળી. વર્ષ 2008માં એક્ટર પરવીન ડબાસ સાથે તેણે લગ્ન કર્યા અને હવે તે પરિવાર સાથે બાંદ્રામાં રહે છે.
રિમી સેન:
રિમી સેને વર્ષ 2003માં કૉમેડી ફિલ્મ હંગામાથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેમના ભાગમાં ઘણી હિટ ફિલ્મ્સ આવી. જેવી કે બાગબાન (2003), ધૂમ (2004), દીવાને હુએ પાગલ (2005) અને ગોલમાલ: ફન અનલિમિટેડ, પરંતુ આ બધી ફિલ્મ્સ કર્યા પછી પણ તેમનું કરિયર કઈ ખાસ ઉડાન ના ભરી શક્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube