AK Hangal Heart Touching Real Story: 15 ઓગસ્ટ 1975માં રિલિઝ થયેલી ફિલ્મ શોલે આજે મોટાભાગના લોકોએ જોઇ જ હશે. આ ફિલ્મે ઘણા બોલિવુડ કલાકારોની જિંદગી બદલી નાંખી હતી. આ ફિલ્મ બોલિવુડ માટે માઈલસ્ટોન સાબિત થઈ છે. આ ફિલ્મના એક-એક પાત્રનું નામ લોકોને મોઢે યાદ છે. આ ફિલ્મમાં એક પાત્ર હતા, રહીમ ચાચા. જે બોલિવુડમાં એકે હંગલ તરીકે ઓળખાય છે. જેમણે ફિલ્મમાં રહીમ ચાચાનો અભિનય કર્યો હતો.  ત્યારે રહીમ ચાચાની લાઇફ સાથે જોડાયેલા કિસ્સા રસપ્રદ છે. બહુ ઓછા લોકો જાણે છે કે, એકે હંગલે ફિલ્મમાં 52 વર્ષની ઉંમરે એન્ટ્રી કરી હતી. તેના બાદ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોલે ફિલ્મમાં રહીમ ચાચાનો કિરદાર ઘર-ઘરમાં ફેમસ થયો હતો. ફિલ્મમાં આ નાનકડા રોલે AK હંગલને અલગ ઓળખાણ આપી હતી. પરંતુ તમે કદાચ એ વાતથી અજાણ હશો કે, બોલિવુડ ફિલ્મોમાં  AK હંગલની એન્ટ્રી 52 વર્ષે થઇ હતી. ત્યારબાદ પણ AK હંગલ સાહેબે 225થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.


આ પણ વાંચો : 


તહેસનહેસ થયેલું ધોળાવીરા ગુજરાતનું ગૌરવ, તેના રહસ્યમયી અભિલેખનો રાઝ હજી ખૂલ્યો નથી


ગુજરાતના છોટા કાશીનું શિવમંદિર છે અદભૂત, જ્યાં આવેલા છે 1001 શિવલિંગ


મીડિયા રિપોર્ટસ અનુસાર, હંગલ સાહેબનો જન્મ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંત (હાલ પાકિસ્તાન) ના સિયાલકોટમાં એક કશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું બાળપણ અને જવાની પેશાવરમાં વીતાવી હતી. વર્ષ 1929થી 1947 સુધી ભારતીય સ્વંતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગીદાર હતા. હંગલ સાહેબના પિતાના રિયાયરમેન્ટ બાદ તેમનો પરિવાર પેશાવરથી કરાંચી શિફ્ટ થયો હતો. એવું કહેવામાં આવે છે કે, 1947થી 1949 2 વર્ષ પાકિસ્તાનના કરાંચીમાં એક કમ્યુનિસ્ટના કારણે તેઓને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો અને 1949 માં ભારતના વિભાજન બાદ તેઓ મુંબઇ આવ્યા હતા. 


 હંગલ સાહેબની પહેલી ફિલ્મ તીસરી કસમ 1966માં રિલીઝ થઇ હતી. ત્યારે તેમની ઉમર 52 વર્ષની હતી. તેમણે બોલિવુડમાં એક બાદ એક સુપરહિટ ફિલ્મો આપી. પરંતુ તેમનો અંત દુઃખદ રહ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર તેઓ જિંદગીની છેલ્લી ઘડીઓમાં આર્થિક સંકટ સામે લડી રહ્યા હતા. તેઓની પાસે ઇલાજ માટે પૈસા ન હતા અને તેમના પુત્રએ મદદ માટે ગુહાર લગાવી હતી. તે સમયમાં પણ બોલિવુડના ઘણા દિગ્ગજોએ તેમની મદદ કરી હતી. જેમાં અમિતાભ બચ્ચનું નામ પણ સામેલ છે. પરંતુ 16 ઓગસ્ટ 2012માાં 98 વર્ષની ઉમરે તેઓએ દુનિયાને અલવિદા કહી.


આ પણ વાંચો : 


રાજકોટમાં રખડતો આતંક : ગાયે હુમલો કરીને વૃદ્ધને લોહીલુહાણ કરી નાંખ્યા, Video


પતિના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપ કરવા પત્નીની ક્રુરતા : ગુજરાતની ફેમિલી કોર્ટનો ચુકાદો