100 ફિલ્મો બાદ પણ લોજમાં કામ કરવા લાગ્યા હતા આ દિગ્ગજ અભિનેતા, રોહિત શર્મા ના હોત તો...
SANJAY MISHRA BIRTHDAY: ટેલિવિઝન પર સંજય મિશ્રાએ વધુ એક લોકપ્રિય પાત્ર ભજવ્યું. હિટ કોમેડી સિરીયલ `ઓફિસ ઓફિસ`માં સંજય મિશ્રાએ શુક્લાજીનું પાત્ર ભજવ્યુ હતું. આ પાત્રથી સંજય મિશ્રાને લોકપ્રિયતા મળી ગઈ અને બોલિવુડ માટેના દરવાજા ખૂલી ગયા. દરેક પાત્રમાં ઓતપ્રોત થઈ જનારા સંજય મિશ્રાએ અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
BOLLYWOOD ACTOR SANJAY MISHRA BIRTHDAY SPECIAL: સંજય મિશ્રા એક એવો અભિનેતા જેમનો ફિલ્મોમાં અભિનય ભલે નાનો હોય પરંતુ તેમના અભિનયે ફિલ્મોમાં ધારદાર છાપ છોડી છે. સંજય મિશ્રા પોતાની જબરદસ્ત કોમિક ટાઈમિંગ માટે પ્રખ્યાત છે. ન માત્ર કોમેડી પરંતુ ગંભીર પાત્રો ભજવીને તેમના ફેન્સને ચોંકાવી દીધા છે. સંજય મિશ્રા આંખોથી અભિનય કરી જાણે છે અને દરેક ભાવને ચહેરા પર સારી રીતે લાવતા હતા. સંજય મિશ્રાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1991થી કરી હતી. ચાણક્ય ધારાવાહિકમાં સંજય મિશ્રા નજર આવ્યા હતા. સંજય મિશ્રાને ખરી ઓળખ વર્ષ 1999ના વર્લ્ડકપ દરમિયાન મળી હતી. તે સમયે ટેલિવિઝન પર મૌકા-મૌકા એડ ખૂબ લોકપ્રિય થઈ હતી. આ એડમાં સંજય મિશ્રા એપ્પલ સિંહના પાત્રમાં હતા, એપ્પલસિંહના પાત્ર થકી સંજય મિશ્રા દર્શકોના લોકપ્રિય અભિનેતા બની ગયા.
ટેલિવિઝને ફરી અપાવી લોકપ્રિયતા-
ટેલિવિઝન પર સંજય મિશ્રાએ વધુ એક લોકપ્રિય પાત્ર ભજવ્યું. હિટ કોમેડી સિરીયલ 'ઓફિસ ઓફિસ'માં સંજય મિશ્રાએ શુક્લાજીનું પાત્ર ભજવ્યુ હતું. આ પાત્રથી સંજય મિશ્રાને લોકપ્રિયતા મળી ગઈ અને બોલિવુડ માટેના દરવાજા ખૂલી ગયા. દરેક પાત્રમાં ઓતપ્રોત થઈ જનારા સંજય મિશ્રાએ અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 'આંખેદેખી' અને 'મસાન'માં સંજય મિશ્રાનો અભિનય જાણે નવોદિત અભિનેતાઓ માટે અભિનયની સ્કુલ બની ગઈ.
સંજય મિશ્રા સ્કુલ કરતા હતા બંક-
સંજય મિશ્રા બાળપણથી મસ્તીખોર અને પોતાની મનમાની કરનારા હતા. બિહારના દરભંગામાં વર્ષ 1963માં જન્મેલા સંજય મિશ્રા અનેકવાર સ્કુલ બંક કરી ચૂક્યા છે.એકવાર તેમના દાદીએ તેમને પાનની દુકાનમાં પાન બનાવતા જોઈ ગયા હતા. આ બનાવ બાદ તેમના ક્લાસ લેવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંજય મિશ્રાને તેમના મનમાની કરવાના સ્વભાવના કારણે નેશનલ સ્કુલ ઓફ ડ્રામા(NSD)માંથી કાઢી નાખવામાં આવ્યા હતા.
જ્યારે છોડી દીધું બોલિવુડ-
એકસમય સંજય મિશ્રા માટે મુશ્કેલીનો રહ્યો હતો. પિતાના નિધન અને કારકિર્દીમાં જોઈએ તેવી સફળતા ન મળવાના કારણે સંજય મિશ્રા તૂટી ગયા હતા. સંજય મિશ્રાએ તે સમયમાં રિષીકેશમાં લોકલ લોજમાં કામ કર્યું. સંજય મિશ્રાને ત્યાના આસપાસના લોકો ઓળખવા લાગ્યા અને ત્યા તેમને મળવા આવતા હતા. સંજય મિશ્રાની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે રોહિત શેટ્ટીએ તેમને 'ઓલ ધ બેસ્ટ' ફિલ્મમાં સાઈન કર્યા હતા. આ પહેલા સંજય મિશ્રા રોહિત શેટ્ટીની ફિલ્મ 'ગોલમાલ'માં જોવા મળ્યા હતા.
આજે સંજય મિશ્રા પાસે ફોર્ચ્યુનર અને BMW જેવી મોંઘીદાટ ગાડીઓ છે.પટણા અને મુંબઈમાં તેમની પાસે અનેક ઘર છે. સંજય મિશ્રા આજે 20 કરોડ રૂપિયાથી વધુની સંપતિના માલિક છે.સંજય મિશ્રાએ 'ફંસ ગયે રે ઓબામા', 'મેરઠિયા ગેંગસ્ટર્સ, 'ધમાલ' 'વેલકમ', 'દમ લગાકે હઈશા',જેવી અનેક ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2018માં સંજય મિશ્રાએ 'કામયાબ' ફિલ્મમાં કામ કર્યું, આ ફિલ્મને શાહરૂખ ખાનના પ્રોડકશન હાઉસ 'રેડ ચિલીઝ'એ બનાવી... ફિલ્મોમાં સાઈડ રોલ કરતા એકટર્સની વાત કરવામાં આવી છે જેમાં સંજય મિશ્રાના અભિનયના ખૂબ વખાણ થયા..