OMG! શાહરૂખ ખાન 35 હજારના મગમાં પીવે છે કોફી, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Shahrukh Khan: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો બંગલો જેટલો આલીશાન છે, જેટલી લકઝરી લાઈફ સ્ટાઈલ છે એટલો જ તેમનો કોફી પીવાનો મગ પણ સ્ટાઈલિશ અને જબરદસ્ત છે. આ કોફી મગની ખાસિયત ખાસ જાણવા જેવી છે. વાંચો અહેવાલ....
Shahrukh Khan Coffee Mug: બોલીવુડ કલાકારોની લક્ઝરી લાઈફના ચર્ચા તો દૂર દૂર સુધી હોય છે. કોઈને મોંઘી ગાડીઓનો શોખ હોય છે જ્યારે કોઈને ઘડિયાલનો તો કોઈને ફોનનો. પરંતુ શું તમને ખબર છે કે સિને જગતના કિંગ ખાનને આ બધી ચીજો ઉપરાંત મોંઘા કોફી મગમાં કોફી પીવાની પણ આદત છે. આ મગ કઈ ગમે તેવો નથી કારણ કે તે એવા એવા ફીચર્સથી લેસ છે જેને જાણીને તમે હક્કાબક્કા રહી જશો. આ મગની કિંમત એટલી છે કે ઘણા લોકોનો એક મહિનાનો તે ખર્ચ હોય છે.
2017માં શેર કર્યો હતો વીડિયો
શાહરૂખ ખાને વર્ષ 2017માં એક વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયોમાં તેઓ કોફી મગમાં એક એક ઘૂંટડો લેતા જોવા મળ્યા હતા. આ વીડિયો જેવો કિંગ ખાને શેર કર્યો કે તરત જ આ કોફી મગની કિંમત અને તેમના આ લક્ઝરી શોખ વિશે ફેન્સને ખબર પડી ગઈ.
કોફી મગની ખાસિયત
આ વીડિયોમાં કિંગ ખાન જે કોફી મગનો ઉપયોગ કરતા જોવા મળે છે તે હીટર અને એલઈડી લાઈટિંગ ફીચર્સથી લેસ છે. જે કોફી મગ આ વીડિયોમાં શાહરૂખ ખાન ઉપયોગ કરતા જોવા મળ્યા તે એમર ટ્રાવેલ મગ 2 પ્લસ છે. આ મગમાં તમે કોઈ પણ ડ્રિંકને એક સેટ ટેમ્પરેચર પર રાખી શકો છો. બસ આ માટે તમારે આ મગને એકવાર ચાર્જ કરવાનો રહેશે અને ત્યારબાદ ત્રણ કલાક સુધી તમે નિશ્ચિત રહી શકો છો. એટલું જ નહીં આ મગની સાથે ચાર્જિંગ કોસ્ટર પણ આવે છે. તેની સાથે જ આ મગ પર પ્લસ અને માઈનસ સાઈન આપવામાં આવી છે. જેના પર ટચ કરીને તમે તેના ટેમ્પરેચરને પોતાના હિસાબે એડજસ્ટ કરી શકો છો.
જાણો શું છે કિંમત
જો તમે પણ આ ખાસ ફીચર્સવાળા કોફી મગને ખરીદવા માંગતા હોવ તો આ કોફી મગની ઓનલાઈન કિંમત 35,862 રૂપિયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાનની જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ એટલે કે આગામી મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. જેમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને નયનતારા છે. ફિલ્મનું નિર્દેશન એટલીકુમારે કર્યું છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube