નવી દિલ્હી: બોલીવુડમાં પોતાના કામથી નામ રોશન કરનાર એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કાનું બાળપણ આર્મી ક્વાર્ટ્સમાં પસાર થયું છે કારણ કે પિતા આર્મીમાં કર્નલ હતા. અનુષ્કાએ થોડા દિવસો પહેલાં યોજાયેલા Zee એવોર્ડ્સના એક ફંક્શનમાં જણાવ્યું હતું કે તેમના ઘરનો માહોલ સામાન્ય ઘરોથી કેટલો અલગ હતો. કેવી રીતે તેમના દેશની સેવામાં હતા અને તેમની માતા ઘરે મોરચો સંભાળતી હતી. અનુષકાની નાનકડી ક્લિપ સોશિય મીડિયા પર વાયરલ થઇ હતી.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુષ્કાના બર્થડે પર તેમના માટે તેનાથી સારી શું ગિફ્ટ હોઇ શકે તેમની આ સ્પિચને ફરીથી શેર કરવામાં આવે. અનુષ્કાએ આ વીડિયોમાં જણાવ્યું કે આર્મી કેમ્પસમાં રહેવું જ એટલું સુખદાયી છે તેને શબ્દો રજૂ કરી ન શકાય. એક ફૌજીના ઘરનો માહોલ હંમેશા અનુશાસિત હોય છે, જ્યાં મા ઘરની કમાંડર હોય છે.  



અનુષ્કા આગળ કહે છે કે પપ્પા જ્યારે કારગિલ વોર માટે ગયા તો તેમને ખબર હતી કે ઘરે માં બધુ સંભાળી લેશે. ફૌજીઓનું ઘર તેમનીએ આર્મી જેવું જ હોય છે. જ્યાં તેમની માતાઓ અને પત્નીઓની જીગર ખૂબ હોય છે. તેમને દરેક સમસ્યા સામે લડવાનું આવડતું હોય છે. તમને જણાવી દઇએ કે અનુષ્કાના પપ્પા આર્મીમાં કર્નલ હતા. 


તમને જણાવી દઇએ કે 1 મે 1988માં જન્મેલી અનુષ્કા શર્મા 31 વર્ષની થઇ ગઇ છે. અનુષ્કા શર્માએ શાહરૂખ ખાનની સાથે 2008માં ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી બોલીવુડમાં પગ મુક્યો હતો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જન્મેલી અને ભણેલી અનુષ્કા શર્માએ 2007માં ફેશન ડિઝાઇનર વેંડેલ રોડ્રિક્સ માટે એક મોડલના રૂપમાં તેમને પહેલો બ્રેક મળ્યો અને મોડલિંગમાં કેરિયર બનાવવા માટે તે મુંબઇ આવી ગઇ હતી. અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે 11 ડિસેમ્બરના રોજ ઇટલીમાં લગ્ન કર્યા હતા.