ઝી બ્યૂરો, અમદાવાદઃ આજની સ્ટોરીમાં અમે વાત કરી રહ્યા છીએ લોકપ્રિય ટીવી અભિનેત્રી માહી વિજ વિશે. માહીનો જન્મ 1 એપ્રિલ 1982ના રોજ દિલ્હીમાં થયો હતો. દિલ્હીની લીલાવતી વિદ્યા મંદિર સ્કૂલ અને પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી માહી તેના સપના પૂરા કરવા માટે કોઈ ગોડફાધર વિના મુંબઈ ગઈ હતી. મુંબઈ આવતા સમયે માહીએ તેના પિતાને કહ્યું હતું કે તે ક્યારેય તેના પર બોજ નહીં બને. મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી માહીને કરિયરના શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક સમય એવો હતો જ્યારે કામના અભાવે તેને ઘરનું ભાડું ચૂકવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ તેણે ક્યારેય આ વાત તેના માતા-પિતાને ના કહી અને પોતે સંઘર્ષ કરતી રહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૂટિંગ કો-ઓર્ડિનેટરે માહી સાથે કરી હતી આ હરકત-
તે દિવસોને યાદ કરતાં માહીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 'તે દિવસોમાં શૂટિંગ કોઓર્ડિનેટરે મને જુહુમાં મળવા બોલાવી હતી. તે સમયે હું દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ હતી. એટલે હું એને મળવા માટે ગઈ હતી. આ પછી આ વ્યક્તિએ મને કેટલીક તસવીરો અને પછી રેટ કાર્ડ બતાવ્યું. પછી તેણે મને કહ્યું કે તેમાં મારા ફોટોગ્રાફ્સ લગાવશે અને પછી મારું રેટ કાર્ડ બનાવવામાં આવશે. તેની પાસેથી આ વાતો સાંભળીને મને આશ્ચર્ય થયું.


આ બધું સાંભળ્યા પછી પણ હું શાંત રહી અને મેં તેને તેના પગાર વિશે પૂછ્યું તો તેણે મને કહ્યું કે તમને ક્રુઝ પર મોકલવામાં આવશે.  આ વાતો સાંભળીને, તે શું કહેવા માગે છે એ હું સ્પષ્ટ સમજવા માગતી હતી.  તેના પર તેણે કહ્યું કે હું રેટ કાર્ડની વાત કરું છું. આ પછી હું અને મારી બહેન સમજી ગયા કે તે શું વાત કરી રહ્યો છે. પછી ગુસ્સામાં મારી બહેને તે વ્યક્તિના વાળ પકડી લીધા અને પછી તેની કારમાંથી નીચે ઉતરીને અમે ભાગી ગયા હતા.


માહીને આ રીતે ઓળખ મળી-
થોડા દિવસોના સંઘર્ષ પછી માહીને તેનો પહેલો ટીવી શો 'અકેલા' ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને લોકપ્રિયતા ટેલિવિઝન શો 'લાગી તુજસે લગન'થી  મળી હતી. આ શોમાં તે લીડ રોલમાં જોવા મળી હતી. આમાં કામ કરવા માટે માહીએ તેના શરીર પર કાજળ પણ લગાવવી પડી હતી. આ પછી તેની કારકિર્દી ખૂબ જ ઉંચાઈએ પહોંચી ગઈ. ત્યારબાદ માહી 'દેશ લાડો', 'રિશ્તોં સે બડી પ્રથા', 'તેરી મેરી લવ સ્ટોરીઝ', 'ઝલક દિખલા જા સીઝન 4', 'નચ બલિયે સીઝન 5', 'ખતરો કે ખિલાડી' વગેરે જેવા શોમાં જોવા મળી હતી. આ સાથે તેણે કેટલીક મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. માહીના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2010માં એક્ટર-હોસ્ટ જય ભાનુસાલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી દંપતીને એક પુત્રી અને બે દત્તક બાળકો છે.