નવી દિલ્હીઃ બોલિવુડ અને ડ્રગ્સનો નાતો આજનો નહીં પરંતું વર્ષોથી રહ્યો છે. હાલમાં શાહરૂખ ખાનના પુત્રનું આર્યન ખાનનું નામ ડ્રગ્સમાં સામે આવતા બી ટાઉન ફરી સોશિયલ મીડિયામાં લોકોના નિશાને આવ્યું છે. અત્યાર સુધી માત્ર નેપોટિઝમનો મુદ્દો બોલિવૂડમાં જોવા મળી રહ્યો હતો, પરંતુ સુશાંતના નિધન બાદ બોલિવુડમાં ડ્રગ્સનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીએ ફિલ્મોમાં પણ સમાજમાં ફેલાયેલા ડ્રગ્સના દૂષણને સારી રીતે દર્શાવ્યું છે. આ ફિલ્મોમાં જોવા મળ્યું કે ઝગમગાતી દુનિયાની હકીકત કઈક અલગ જ હોય છે. અહીં જોઈએ એવી ફિલ્મો વિશે તેમાં ડ્રગ્સના દૂષણને દર્શાવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊડતા પંજાબ:
વર્ષ 2016માં આવેલી ફિલ્મ 'ઉડતા પંજાબ'માં ડ્રગ્સના દૂષણને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મે પહેલીવાર એવા પંજાબને પડદા પર બતાવ્યુ હતું જેમાં  લહેરાતા ખેતર, પરોઠા, લસ્સી, ઉડતો દુપટ્ટો સામેલ ન હતો પરંતુ પડદા પર પંજાબના યુવાઓમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ વિશે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં એ પણ દર્શાવાયું છે કે મોટા સિંગર અને મ્યુઝિશિયન ડ્રગ્સના સેવનમાં ઘેરાયેલા છે... ફિલ્મની મજબૂત વાર્તા તથા શાહિદ, આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંજના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા...


ફેશન:
મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન'માં મોડેલિંગ ઈન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડ બતાવવામાં આવી છે. ફિલ્મમાં બે એક્ટ્રેસ છે જે નાના શહેરમાંથી આવે છે. બંને એક્ટ્રેસ ધીરે ધીરે ડ્રગ્સની લત્તમાં પડી જાય છે. કંગનાએ એવી મોડલનો રોલ કર્યો જે નિષ્ફળ ગયા પછી ડ્રગ્સના રવાડે ચડી જાય છે. ત્યારબાદ ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેનું મોત થાય છે.


ગો ગોવા ગોન:
સૈફ અલી ખાન અને કુણાલ ખેમુની ફિલ્મ 'ગો ગોવા ગોન' ફિલ્મમાં પહેલીવાર ઝોમ્બીનો  કોન્સેપ્ટ બતાવાયો હતો. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતે ત્રણ મિત્ર ગોવામાં થનારી ફેમસ રેવ પાર્ટીમાં સામેલ થાય છે. આ પાર્ટીમાં બધા ડ્રગ્સનું સેવન કરે છે, પરંતુ આ 3 મિત્ર આવું નથી કરી શકતા, ત્યારબાદ આ લોકોને ડ્રગ્સનું સેવન કરેલા જોમ્બીથી લડવું પડે છે. ડ્રગ્સ જેવા મુદ્દાને સાથે કોમેડીનો ડોઝ આ ફિલ્મમાં અપાયો.. ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી.


દેવ ડી:
વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'દેવ ડી'માં અભય દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  આ ફિલ્મ દેવદાસનું મોડર્ન વર્ઝન છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કઈ રીતે એક પ્રેમી પોતાની પ્રેમિકાના દુઃખમાં પોતાને ડ્રગ્સની લતમાં મૂકી દે છે અને એનું જીવન વેડફાઈ જાય છે.


ગેંગ્સ ઓફ વાસેપુર:
અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર 2'માં નવાજુદ્દીન સિદ્દિકી ચરસી દર્શાવાયો છે. ફિલ્મમાં ગોળી, મારઝૂડ અને મર્ડરની સાથે સાથે નશાનો એંગલ પણ ઘણી સારી રીતે દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં નવાજુદ્દીનનું પાત્ર ફૈઝલ દિવસ-રાત ચરસ-ગાંજાનું સેવન કરે છે અને એના શરીર પર ખરાબ અસર પડવા લાગે છે. આ ફિલ્મ આજે પણ દર્શકોની પસંદગીની ફિલ્મોમાંથી એક છે.


સંજુ:
ફિલ્મ સંજુમાં રણબીર કપૂરની એક્ટિંગના દરેકે વખાણ કર્યા હતા. આ ફિલ્મમાં સંજય દત  વિશે બતાવવામાં આવ્યું. સંજય દત્તને ડ્રગ્સ અને નશાની ટેવ હતી એ સૌ કોઈ જાણે છે. ફિલ્મમાં  બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતે ડ્રગ્સના નશામાં ડૂબેલો સંજય દત્ત પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરી દે છે અને નશામાં તે બધુ ગુમાવી દે છે. સંજય દત્ત કઈ રીતે આ નશામાંથી બહાર આવે છે.આ ફિલ્મ મોટા પડદા પર હિટ સાબિત થઈ.

અહીં લગ્નમાં પૈસા લઈને જીજાની સાળી બને છે છોકરીઓ! પછી વરરાજા સાથે કરે છે આ કામ..

આ છે વિશ્વનું સૌથી મોટું પાગલખાનું, અહીં જામે છે ભૂતોની મહેફિલ! પોચા હૃદયવાળા ના જોતા આ તસવીરો

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube