આ અભિનેત્રીઓએ એવા વ્યક્તિઓને બનાવ્યા પોતાના જીવનસાથી, જેમણે કર્યા બીજા કે ત્રીજા લગ્ન
BOLLYWOOD COUPLES: બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રેમ અને લગ્ન કાયમ ચર્ચાના વિષય રહ્યા છે. અહીં રાતોરાત સંબંધો બદલાઈ જાય છે. ક્યારેક મિત્રો દુશ્મન બની જાય તો દુશ્મન દોસ્ત બની જાય છે. એટલા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંબંધોને ખાસ મહત્વ આપવામાં આવતું નથી. આજે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેમણે કોઈ અભિનેતા કે બિઝનેસમેન સાથે બીજા કે ત્રીજા લગ્ન કર્યા હોય અને હાલ તેમના લગ્ન સફળ રહ્યા હોય.
BOLLYWOOD COUPLES: બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રેમ અને લગ્ન કાયમ ચર્ચાના વિષય રહ્યા છે. અહીં રાતોરાત સંબંધો બદલાઈ જાય છે. ક્યારેક મિત્રો દુશ્મન બની જાય તો દુશ્મન દોસ્ત બની જાય છે. એટલા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંબંધોને ખાસ મહત્વ આપવામાં આવતું નથી. આજે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેમણે કોઈ અભિનેતા કે બિઝનેસમેન સાથે બીજા કે ત્રીજા લગ્ન કર્યા હોય અને હાલ તેમના લગ્ન સફળ રહ્યા હોય.
1. કરીના કપૂર
બેબો એટલે કે કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. કરીના પહેલા સૈફ અલી ખાને અમૃતા સિંહા સાથે લગ્ન કર્યા હતા. સૈફ કરતા અમૃતા 12 વર્ષ ઉમરમાં મોટી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બે સંતાનો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન. સૈફ અને અમૃતા વર્ષ 2004માં અલગ થયા હતા. સૈફ અલી ખાને વર્ષ 2012માં કરીના કપૂરે જોડે લગ્ન કર્યા. સૈફ અને કરીનાને તૈમુર નામનો પુત્ર છે.
2. શ્રીદેવી
દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ તેનાથી ઉમરમાં મોટા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. પ્રોડ્યુસર અને અનિલ કપૂરના ભાઈ બોની કપૂરે વર્ષ 1983માં લગ્ન કર્યા હતા અને 1996માં તેમને ડિવોર્સ લઈ લીધા. બંનેને અર્જુન અને અંશુલા નામના સંતાનો છે. વર્ષ 1996માં બોની કપૂરે સ્ટાર અભિનેત્રી શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા. બોની અને શ્રીદેવીને જ્હાનવી અને ખુશી નામની પુત્રી છે. બંને હેપિલી મેરિડ કપલ હતા પરંતુ શ્રીદેવીના નિધન બાદ પરિવાર તૂટી ગયો.
3. વિદ્યા બાલન
બોલિવુડની જાજરમાન અભિનેત્રી વિદ્યા બાલને પણ પરિણીત પુરૂષને પ્રેમ કર્યો અને ત્યારબાદ તેની સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થ રાય કપૂર પ્રોડકશન હાઉસ ધરાવે છે. વિદ્યા બાલને સિદ્ધાર્થ જોડે વર્ષ 2012માં લગ્ન કર્યા. સિદ્ધાર્થના વિદ્યા બાલન સાથેના ત્રીજા લગ્ન છે, બંનેને હાલ કોઈ સંતાનો નથી.
આ પણ વાંચો:
અરમાન મલિક જ નહીં બોલિવૂડના આ અભિનેતાઓને પણ છે 2-2 પત્ની
World Cup ની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડીયા, આયરલેન્ડને આપી માત
રાશિફળ 21 ફેબ્રુઆરી: ગ્રહોની શુભ સ્થિતિ આ જાતકોને જબરદસ્ત નાણાકીય ફાયદો કરાવશે
4. શિલ્પા શેટ્ટી
ફિટનેસ અને યોગાથી આજે પણ લાખોને દીવાના બનાવનાર શિલ્પા શેટ્ટી પણ પરિણીત પુરૂષના પ્રેમમાં પડી. રાજ જ્યારે શિલ્પાને ડેટ કરી રહ્યો હતો ત્યારે પરિણીત હતો. શિલ્પા જોડે લગ્ન કરવા માટે રાજે પત્ની કવિતાને છૂટાછેડા આપ્યા. શિલ્પા અને રાજને વિયાન નામનો પુત્ર છે.
5. રાની મુખર્જી
બોલિવુડના નામાંકિત પ્રોડ્યુસર આદિત્ય ચોપરા અને અભિનેત્રી રાની મુખર્જી વચ્ચે લાંબો સમય અફેર રહ્યો. આદિત્ય ચોપરાએ પણ રાની મુખર્જી જોડે લગ્ન કરવા પોતાની પહેલી પત્ની અને બાળપણની મિત્ર પાયલ ખન્ના સાથે છૂટાછેડા લીધા. રાની મુખર્જી અને આદિત્ય ચોપરાએ વર્ષ 2014માં લગ્ન કર્યા.
6. રવિના ટંડન
'ટીપ ટીપ બરસા ગર્લ' રવીનાની ખૂબસુરતીના લાખો પ્રશંસકો દીવાના રહ્યા પરંતુ રવિનાએ પરિણીત પુરૂષને પોતાનું દિલ આપી દીધું. ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાનીના પત્નીએ આક્ષેપ કર્યા હતા કે રવિનાના કારણે તેના લગ્ન તૂટ્યા. ત્યારબાદ રવિનાએ વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કરી દીધા.
7. હેમા માલિની
બોલિવુડના 'હીમેન' કહેવાતા ધર્મેન્દ્રનું ડ્રીમગર્લ હેમા માલિની પર દિલ આવી ગયુ હતું. ધર્મેન્દ્રના તે સમયે પ્રકાશ કૌર સાથે લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમને સની અને બોબી દેઓલ બે સંતાનો હતા. હેમા માલિનીના પ્રેમમાં ધર્મેન્દ્ર એટલા પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા કે તે પ્રકાશ કૌરને છૂટાછેડા આપી હેમા માલિની સાથે લગ્ન કરવા માગતા હતા. ધર્મેન્દ્રની પત્નીએ તેમને છૂટાછેડા આપવાની મનાઈ કરી દીધી હતી. છેવટે ધર્મેન્દ્રએ ધર્માન્તરણ કરી મુસ્લીમ બની હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા. ધર્મેન્દ્ર અને હેમા માલિનીને ઈશા અને આહના નામની પુત્રી છે. પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હાલ હેમા માલિની સાથે સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે.
આ પણ વાંચો:
ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી
Sonu Nigam અને તેના ભાઈ પર હુમલાનો વીડિયો વાયરલ, મ્યૂઝિક કોન્સર્ટમાં થઈ ભયંકર બબાલ
Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube