Bollywood Classics: 1982ની ફિલ્મ બજારની ગણતરી આજે ક્લાસિક ફિલ્મોમાં થાય છે. સાગર સરહદીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ તેની ડેબ્યુ ફિલ્મ હતી. સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ફારૂક શેખ અને સુપ્રિયા પાઠક જેવા દિગ્ગજો આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મ તે સમયએ પૈસાની ખુબ જ તંગી અને એકદમ ગરીબી અને તકલીફોની વચ્ચે બની હતી. સાગર સરહદી પાસે ત્યારે આ આ ફિલ્મ માટેની ખુબ સારી વાર્તા હતી. પરંતુ તેની પાસે આ ફિલ્મ બનાવવા માટે પૈસા નહોતા. જ્યારે તેના ખિસ્સામાં માત્ર 500 રૂપિયા હતા ત્યારે તે આ ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યો હતો. પરંતુ ફિલ્મની વાર્તા એટલી સારી હતી કે શશિ કપૂરથી લઈને યશ ચોપરા સુધીના દરેક સાગર સરહદીની મદદ માટે આગળ આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખબારની વાર્તા:
ફિલ્મની વાર્તામાં સમાજનો એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેનું ક્યાંક ને ક્યાંક આપણાં જીવનમાં પણ અસ્તિત્વ છે. આ ફિલ્મ હૈદરાબાદના જીવન ધોરણ અને ત્યાંની સ્થિતિ પર આધારિત હતી. આ ફિલ્મમાં નજમા નામની છોકરીની વાર્તા હતી, જેના માતા-પિતા માત્ર પૈસાની ખાતર તેને વેચવા તૈયાર થઈ જાય છે. પરંતુ તે અખ્તર હુસૈન નામના વ્યક્તિ સાથે ઘર છોડીને જાય છે કારણ કે તે વેચાવા તૈયાર નથી. અખ્તર તેને એવા ભ્રમમાં પણ રાખે છે કે એક દિવસ તે નજમા સાથે લગ્ન કરશે. સાગર સરહદીને આ ફિલ્મનો વિચાર એક અખબારના લેખ પરથી આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ઈચ્છે તો તે પૈસાથી કન્યા ખરીદી શકે છે અને બાદમાં ઈચ્છે તો તેને છોડી શકે છે. સાગર સરહદીને ફિલ્મ માટેનો આ વિચાર ખૂબ જ ગમ્યો. પરંતુ કોઈ નિર્માતા આ ફિલ્મમાં પૈસા લગાવવા તૈયાર નહોતા.


હિરોઈન પોતાના પૈસે પ્લેનની ટિકિટ ખરીદીને શૂટિંગમાં પહોંચીઃ
આખરે સાગર સરહદીને વિજય તલવાર મળ્યો જેણે ફિલ્મનું નિર્માણ કરવા સંમતિ આપી. પરંતુ તેની પાસે ફિલ્મ બનાવવા માટે પૂરતા પૈસા પણ નહોતા. ત્યારબાદ શશિ કપૂર આગળ આવ્યા. તેણે સાગર સરહદીને ફિલ્મ માટે સાધનો મેળવવામાં મદદ કરી. શશિ કપૂરે સાગર સરહદીને કહ્યું હતું કે જ્યારે તમારી પાસે પૈસા હોય તો પરત કરો નહીંતર કોઈ સમસ્યા નથી. યશ ચોપરાએ સાગર સરહદીને રો-મટિરિયલ મેળવવામાં મદદ કરી. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં થવાનું હતું. સાગર સરહદી પાસે સુપ્રિયા પાઠકની ફ્લાઇટ ટિકિટની વ્યવસ્થા કરવા માટે પૂરતા પૈસા નહોતા. તેથી જ તેણે સુપ્રિયા પાઠકને કહ્યું કે જો શક્ય હોય તો, તમારી પોતાની ટિકિટ ખરીદો અને શૂટ પર પહોંચો. સુપ્રિયા પાઠકે પણ તેને સહકાર આપ્યો અને પોતાના પૈસાથી હૈદરાબાદ પહોંચી. પરંતુ જ્યારે ફિલ્મ હિટ થઈ અને સાગરને પૈસા મળ્યા ત્યારે તેણે સુપ્રિયા પાઠકને તેની ફી અને ટિકિટના પૈસા આપ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube