પઠાણની જેમ આ ફિલ્મોનો પણ થયો હતો વિરોધ, રિલીઝ થતાં થઈ હતી સુપરહિટ
`બેશરમ રંગ` ગીત રિલીઝ થતાં જ સાધુ સંતો, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનોએ બિકિનીના રંગને ભગવો રંગ ગણાવી હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યુ હતુ. અને દેશભરમાં ફિલ્મની રિલીઝ થતાં અટકાવવા હંગામો થયો હતો. બોયકોટ કરવા છતાં ફિલ્મ સફળ રહી અને કરોડોની કમાણી કરી રહી છે. ત્યારે અમે આજે આવી જ 5 ફિલ્મો વિશે તમને જણાવશું, કે જેમનો બોયકોટ તો થયો છતાં લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ અભિનિત પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ ચુકી છે. પરંતુ રિલીઝ થતાં પહેલા ફિલ્મને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ રિલીઝ થતાં 'બેશરમ રંગ' ગીતને લઈ વિવાદ થયો હતો. વિવાદનું કારણ હતુ દીપિકા પાદુકોણે પહેરેલી ભગવા રંગની બિકિની. 'બેશરમ રંગ' ગીત રિલીઝ થતાં જ સાધુ સંતો, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનોએ બિકિનીના રંગને ભગવો રંગ ગણાવી હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યુ હતુ. અને દેશભરમાં ફિલ્મની રિલીઝ થતાં અટકાવવા હંગામો થયો હતો. બોયકોટ કરવા છતાં ફિલ્મ સફળ રહી અને કરોડોની કમાણી કરી રહી છે. ત્યારે અમે આજે આવી જ 5 ફિલ્મો વિશે તમને જણાવશું, કે જેમનો બોયકોટ તો થયો છતાં લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી.
1) Pathaan: સેન્સર બોર્ડે ફિલ્મમાં થોડા ઘણા ફેરફાર કરાવીને પઠાણ ફિલ્મની રિલીઝને મંજૂરી આપી. રિલીઝ પહેલા અને રીલિઝ પછી પણ ઘણી જગ્યાએ ફિલ્મનો જોરદાર વિરોધ થયો. છતાં પણ ફિલ્મને સુપરહિટ બનતી રોકી શકી નથી. પઠાણે શરૂઆતના દિવસે 55 કરોડનું કલેક્શન કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્રણ દિવસમાં 'પઠાણે' માત્ર ભારતમાં જ 160 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
2) Brahmastra Part 1: સૌથી પહેલા વાત કરીએ 'બ્રહ્માસ્ત્રઃ શિવ ભાગ વન'ની. બોલિવૂડ સામે ચાલી રહેલા બોયકોટ મુવમેન્ટ વચ્ચે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ લીડ રોલમાં હતા. સોશિયલ મીડિયા પર ફિલ્મનો ભારે વિરોધ થયો હતો. તેમ છતાં ફિલ્મે રૂપિયા 431 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી હતી અને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે.
3) Laal Singh Chadha: આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર 'લાલ સિંહ ચઢ્ઢા' પણ બોલિવૂડ સામે ચાલી રહેલા બોયકોટ ચળવળ વચ્ચે રિલીઝ થઈ હતી. આમિર ખાને આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી અને તેને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર, 'લાલ સિંહ ચઢ્ઢા'એ દેશ અને દુનિયામાં કુલ 129 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
4) Padamaavat: શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સ્ટારર 'પદ્માવત' સામે ઉત્તર ભારતમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. કરણી સેના સહિત અનેક હિન્દુ સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં દીપિકા પાદુકોણનું નાક કાપીને લાવનાર વ્યક્તિ માટે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. ભારે વિરોધ થતાં ફિલ્મનું નામ પણ બદલવું પડ્યુ હતુ. તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ બની અને આ ફિલ્મે 570 કરોડનો બિઝનેસ કર્યો હતો.
5) PK: આમિર ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'પીકે' વિરુદ્ધ ઘણા પ્રદર્શન થયા હતા. આ ફિલ્મ ધાર્મિક પ્રથાઓ અને અંધશ્રદ્ધા પર વ્યંગ કરે છે. ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આમિરને ધાર્મિક સંગઠનો તરફથી ઘણી ખતરનાક ધમકીઓ પણ મળી હતી. અમુક લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે કોર્ટમાં ગયા અને તેના પર પ્રતિબંધની પણ માંગ કરાઈ હતી. ત્યારે કોર્ટે ફિલ્મની તરફેણમાં ચુકાદો આપ્યો અને તે અંતે રિલીઝ થઈ. આ ફિલ્મે ભારતમાં 448 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
6) The Dirty Picture: ઈમરાન હાશ્મી, વિદ્યા બાલન અને નસીરુદ્દીન શાહ અભિનીત 'ધ ડર્ટી પિક્ચર' સામે દેશભરમાં ઘણો જ વિરોધ થયો હતો. આ ફિલ્મ માટે વિદ્યાએ 12 કિલો વજન વધાર્યું હતું. વિદ્યાની બોલ્ડનેસથી બધા લોકો ચોંકી પણ ગયા હતા. ફિલ્મનો વિરોધ કરનારા લોકોએ ફિલ્મના પોસ્ટરો અને બેનરો પણ સળગાવી દીધા હતા. તેમ છતાં આ ફિલ્મે વિરોધ વચ્ચે 117 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.