Entertainment News: હિન્દી ફિલ્મોમાં જેમ હિરો-હિરોઈનની સાથે ખલનાયકના પાત્રનું મહત્વ રહ્યુ છે તેવું જ ટીવી ઈન્ડસ્ટ્રીના કિસ્સામાં સાબિત થયું છે. હિન્દી સિરિયલો લોકપ્રિયતાના ટોચે પહોંચી તો તેનો ફાળો સિરિયલમાં ખલનાયિકાનું પાત્ર ભજવનાર અભિનેત્રીઓને પણ જાય છે જેમણે VAMPના પાત્રને એવું ભજવ્યું કે લોકો તે કલાકારને વાસ્તવિક જીવનમાં નફરત કરવા લાગ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમોલિકાથી લઈને તપસ્યા સુધીના પાત્રોને ટીવીના પડદા પર જેણે જીવંત બનાવી દીધાં તેવા ખલનાયિકાની આ આર્ટિકલમાં કરવામાં આવી છે વાત. પોતાની શાનદાર નેગેટિવ એક્ટિંગથી તેમણે સીરીયલ માટે સૌથી મેઈન પ્લેટફોર્મ ઉભું કર્યું. એક પ્રકારે આ ખલનાયિકાઓના પત્ર ભલભલા ખલનાયકોને ટક્કર આપે એવા છે. 


1. રશ્મિ દેસાઈ-
રશ્મિ દેસાઈ પણ ટેલિવિઝનની જાણિતી એક્ટ્રેસ છે, ઉતરન સિરિયલમાં તેને તપસ્યાના નેગેટિવ પાત્રથી ખૂબ લોકચાહના મેળવી. રશ્મિ દેસાઈના કારણે જ શો TRPમાં આગળ રહ્યો. રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મો અને ટેલિવિઝન શોઝમાં કામ કર્યું છે.


2. અશ્વિની કલસેકર-
અશ્વિની કલસેકરે પણ એકતા કપૂરની સિરિયલોમાં ખત્તરનાક વેમ્પના પાત્ર ભજવ્યા. માથે મોટો ચાંલ્લો જ તેની વેમ્પની ભૂમિકામાં ચાર ચાંદ લગાવતા હતા. અશ્વિની કલસેકરે કસમ સે, જોધા અકબર, કવચ-કાલી શક્તિ જેવી સિરિયલોમાં નેગેટિવ પાત્ર ભજવ્યા જેમાં તેના પાત્રની ખૂબ વાહવાહી થઈ.. અશ્વિની કલસેકરને બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ રોલનો ITA અવોર્ડ મળ્યો હતો. અશ્વિનીએ ગોલમાલ સિરીઝ, સિંઘમ-2 અને સિમ્બામાં કામ કર્યું છે.


3. ઉર્વશી ધોળકિયા-
TELEVISONની ખલનાયિકાઓની વાત આવે તો કોમોલિકાને કોણ ભૂલી શકે, ટીવી ઈન્ડસ્ટ્રીમાં 'કસૌટી જિંદગી કી' સિરિયલમાં 'કોમોલિકા'ના પાત્રને ઉર્વશી ધોળકિયાએ એવો દમદાર રીતે ભજવ્યો કે આજે પણ આ પાત્રને કોઈ ભૂલી શક્યું નથી. ટીવી જોનાર દર્શક વર્ગ પણ તેની એક્ટિંગથી પ્રભાવિત થયા. ઉર્વશી ધોળકિયાએ 'કોમોલિકા'નું ગ્લેમરસ પાત્ર ભજવ્યું. લોકો 'કોમોલિકા' એટલે ઉર્વશી ધોળકિયાની સુંદરતા અને બોલ્ડ અદાઓના દીવાના થઈ ગયા. ઉર્વશીએ ત્યારબાદ કેટલીક સિરિયલોમાં કામ કર્યું પરંતુ 'કોમોલિકા જેવી લોકપ્રિયતા ફરી મળી નહીં.


4. કામ્યા પંજાબી-
ખૂબસુરત VAMPની વાત કરીએ તો કામ્યા પંજાબીનું નામ બાકાત ન રહી શકે, કામ્યા પંજાબીએ બનૂ મે તેરી દુલ્હન, સિંદૂર, દામિની, વો રહેને વાલી મહેલો કી અને શક્તિ જેવી સિરિયલોમાં નેગેટિવ પાત્ર ભજવ્યા. કામ્યા પંજાબીને તેના VAMPના પાત્રોમાં સારી એવી લોકપ્રિયતા મળી છે.


5. સુધા ચંદ્રન-
ટીવી સિરિયલોમાં મોંઘી સાડી અને મોટા ચાંલ્લાનો ટ્રેન્ડ જો કોઈ અભિનેત્રીએ શરૂ કર્યો હોય તો તેનો શ્રેય સુધા ચંદ્રનને જાય છે. સુધા ચંદ્રન અનેક વર્ષોથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. એકતા કપૂરની સિરિયલ 'કહી કિસી રોઝ'માં રમોલા સિકંદના પાત્રને સુધા ચંદ્રને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી. સુધા ચંદ્રને નાગિનમાં પણ નેગેટિવ રોલથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી.


6. લવીના ટંડન-
જોધા અકબરમાં લવીના ટંડને અકબરની પત્ની રુકૈયા બેગમનું પાત્ર ભજવ્યું જે કાયમ જોધાને હરાવવામાં લાગેલી રહેતી હતી. લવીનાએ ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યુ પરંતુ તેને લોકપ્રિયતા જોધા અકબરથી મળી.


7. આમ્રપાલી ગુપ્તા-
આમ્રપાલી ગુપ્તાએ ટીવી એકટ્રેસ તરીકે ઘણી સિરિયલોમાં કામ કર્યું. આમ્રપાલી ગુપ્તાએ ઘણી સિરિયલોમાં નકારાત્મક પાત્રો ભજવ્યા. આમ્રપાલીએ કુબૂલ હૈ, ઈશ્કબાજ જેવી સિરિયલોમાં વેમ્પનું પાત્ર ભજવ્યું.


8. જેનિફર વિંગેટ-
સિમ્પલ અને ક્યૂટ એકટ્રેસના પાત્ર ભજવનાર જેનિફર વિંગેટે VAMPનું પાત્ર ભજવશે તેવી કોઈએ કલ્પના નહોંતી કરી. બેહદ સિરિયલમાં જેનિફરે પઝેસિવ ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યુ હતું. ફેન્સને જેનિફરનો અંદાજ ખૂબ જ પસંદ આવ્યો અને સિરીયલ પણ ઘણી હિટ રહી.


9. અનિતા હંસનંદાની-
ટેલિવિઝનની ટોપ અને ફિટ એકટ્રેસમાં આજે પણ અનિતા હંસનંદાનીનું નામ મોખરે છે. અનિતા હંસનંદાનીએ મોટાભાગની સિરિયલોમાં ગ્રે કેરેકટર ભજવ્યા. અનિતા તેની સિરિયલમાં શાનદાર લુક્સના કારણે ચર્ચામાં રહી.  અનિતા હંસનંદાની હાલ તેના નાના પુત્ર અને પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.