નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે દરરોજ અનેક અભિનેત્રીઓ કિસ્મત અજમાવવા મુંબઈ આવતી હોય છે. રોલ મેળવવા માટે ઓડિશન આપે છે. આજે પણ બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચનું દૂષણ છે જેના કડવા અનુભવ અભિનેત્રીને થતા હોય છે. બોલિવુડમાં આજનું નહી પરંતું વર્ષોથી કાસ્ટિંગ કાઉચ ચાલે છે. કાસ્ટિંગ કાઉચ એટલે કોઈ અભિનેત્રીને કામ આપવાના નામે તેની સાથે શરીર સંબંધ બાંધવાની માગ કરવી કે તેની પાસે અનૈતિક માગણીઓ કરવી જેની અભિનેત્રીઓની માનસિકતા પર ખરાબ રીતે અસર કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ એક નવોદિત અભિનેત્રીએ શેર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી ઈશા અગ્રવાલ વર્ષ 2014માં જેકી શ્રોફ અને સંજય કપૂર સ્ટારર ફિલ્મ 'કહી હે મેરા પ્યાર' અને તમિલ મૂવી 'THITTIVASAL' માં જોવા મળી હતી. અભિનેત્રીએ કહ્યું કે 'ફિલ્મોમાં એક સ્થાન મેળવવું મારા માટે સરળ રહ્યુ નથી' હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ વર્ષોથી ચાલે છે જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છાપ ખૂબ ખરડાઈ છે. મોટાભાગની દિગ્ગજ અભિનેત્રીઓને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. અભિનેત્રી ઈશા અગ્રવાલે પણ પોતાનો કડવો અનુભવ શેર કર્યો છે. મિસ બ્યૂટી ટૉપ ઓફ ધ વર્લ્ડ 2019 રહી ચૂકેલી અભિનેત્રી ઈશા અગ્રવાલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો ખરાબ અનુભવ થયો છે.


અભિનેત્રીએ જેકી શ્રોફ સાથે કર્યુ છે કામ-
વર્ષ 2014માં અભિનેત્રી ઈશા અગ્રવાલે જેકી શ્રોફ અને સંજય કપૂર સ્ટારર ફિલ્મ 'કહી હે મેરા પ્યાર'માં કામ કર્યું, ફિલ્મ ખાસ ઉકાળી ન શકવાના કારણે તેને ઓળખ મળી નહોંતી. ત્યારબાદ અભિનેત્રીએ તમિલ મૂવી 'THITTIVASAL' માં કામ કર્યું છે.
ઈશાએ  ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું- સિને ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની મારી સફર સરળ રહી નથી.. હું લાત્તુર જેવા નાના શહેરથી મુંબઈમાં આવી, મારા માટે અનેક પડકારો હતા. ઈશાનું માનવું છે કે જો તમે નાના શહેરથી આવતા હોય તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી તમારા કામ કરવાની વિચારધારાને પરવાનગી આપતી નથી.  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે મે મારા માતા-પિતાને મનાવ્યા. મારો અભ્યાસ પૂર્ણ થયા બાદ હું મુંબઈ આવી અને સતત ઓડિશન આપ્યા. મને શરૂઆતમાં કાસ્ટિંગ એજન્સીએ એક વ્યક્તિ સાથે ઓફિસમાં મુલાકાત કરાવી. 


ઈશાને કપડા ઉતારવાની કહીં વાત-
ઈશા અગ્રવાલ તેની બહેન સાથે ઓડિશન માટે પહોંચી હતી, ઈશાને ત્યારે ફિલ્મ મેકરે એવું કહ્યું કે ઘણા કલાકારોની કાસ્ટ કર્યા છે. મને કહેવામાં આવ્યું કે તને સારી રીતે લોન્ચ કરીશું. ત્યારબાદ અચાનક મને કહ્યું- 'તું તારા કપડા ઉતાર, તારું શરીર દેખવું છે'.આવી માગણી માટે તેને પાત્રનું બહાનું કાઢ્યું. આ સાંભળી હું સ્તબધ થઈ ગઈ અને ઓફર રિજેક્ટ કરીને મારી બહેન સાથે ત્યાંથી નીકળી ગઈ.